SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. ગિરનારની તળેટીમાં કિલ્લાની પાસે શ્રી નેમિનાથને લગતાં કેટલાક શિપનાં ધાર્મિક અને અર્ધધાર્મિક દૃશ્યો સર્જાવ્યાં હતાં. આ પાદલિપ્તસૂરિજી ૩૨ દિવસના ઉપવાસ પૂર્વક શ્રી શત્રુંજય પર સ્વર્ગવાસ પામ્યા હતા. પ્રભાવક ચરિતકાર પાદલિપ્તસૂરિના પ્રાથમિક જીવન વિષે કેટલીક નેધ લે છે, તે આ પ્રમાણે છે સયૂ અને ગંગા નદીના સંગમ પર આવેલી કેશલા નગરીમાં ફુલ નામે શ્રેષ્ઠી રહેતે હતો. તેની સ્ત્રીનું નામ પ્રતિમા હતું. આરાધન કરેલી વેરોટયા દેવીના કહેવાથી તેણીએ પુત્રપ્રાપ્તિ માટે નમિ-વિનમિ વિદ્યાધરના વંશમાં ઉત્પન્ન આર્ય નાગહસ્તીના પાદશી. ચના જળનું પાન કરતાં, જે પ્રથમ પુત્ર થયો, તેનું નામ નાગેન્દ્ર રાખ્યું હતું. એ જ્યારે આઠ વર્ષને થયો ત્યારે તેને શેઠશેઠાણીએ નાગહસ્તિને સુપ્રત કર્યો. નાગહસ્તિના ગુરુભ્રાતા સંગમસિંહસૂરિએ આ બાલક નાગેન્દ્રને દીક્ષા આપી સંભાળ અને શિક્ષાના માટે મંડનગણીને સોંપ્યા. એક જ વર્ષમાં આ નાગેન્દ્ર અસાધારણ પંડિત થયા. ગુરુમહારાજાએ તેમને કવિત્વ આદિ ગુણેથી પ્રસન્ન થઈ પાદલિપ્તને આશિર્વાદ આપ્યો અને તેમની દશ વર્ષની વયે આચાર્ય પદવી આપી પિતાના પટ્ટધર નીમ્યા. આ પછી તેઓને મથુરાન ગરીએ મોકલ્યા હતા. ત્યાં કેટલોક સમય રહી તેઓ પાટલીપુત્ર આવ્યા હતા. તેમણે બુદ્ધિના અને વિદ્યાના અનેક ચમત્કારોથી પાટલીપુત્રના રાજા મુરૂગ્ધને પિતાની તરફ આકળ્યું હતું. તેમણે એ રાજાને જૈન મુનિઓની વિનીતતાની અપૂર્વતા દર્શાવતાં તે આશ્ચર્ય પામી પાદલિપ્તસૂરિ પ્રતિ અતિ આદર-ભક્તિવાળો બન્યા હતે.” પ્રભાવચરિતમાની ઉપરોક્ત નોંધથી સમજાય છે કે, આર્યપુરાચાર્ય પાસે ચમત્કા'રિક વિદ્યાએ શીખનાર, આયંખપુટાચાર્યના શિષ્ય ઉપાધ્યાય મહેન્દ્રના બેલાવ્યાથી બ્રાહ્મ. શથી થતે ઉપદ્રવ ટાળવા ભરૂચનગરે આવનાર અને કૃષ્ણરાજ, શાલિવાહન, ગુણાઢય, નાગાર્જુન, વિગેરેના સંપર્કમાં અમુક સમયે આવનાર પાદલિપ્તથી ઉપરોક્ત ગૃહસ્થાશ્રમમાં નાગેન્દ્ર નામવાળા પાદલિપ્ત એ ભિન્ન છે. “શ્રીકાલ” કાવ્યમાંના પ્રથમ પાદલિપ્તને સમય મ.નિ.ની પાંચમી સદી છે. તેમના સમયે પાટલીપુત્રમાં દાહ નામનો રાજા રાજ્ય કરતું હતું કે જે મિથ્યાષ્ટિ, નાસ્તિકપ્રાયઃ અને તુબુદ્ધિવાળે તથા ધાર્મિક બાબતમાં ઉત્પાત મચાવી વિપરીતતા ઉપજાવવા પ્રયત્નશીલ હતે. ર૭૨ સંભવ છે કે, તે શુંગવંશીય હશે. જ્યારે દ્વિતીય પાદલિપ્તનું અસ્તિત્વ મ.નિ.ની સાતમી સદીના ઉત્તરાર્ધમાં હેઈ તેમના સમયે પાટલીપુત્રમાં કુશાન કનિષ્ક (૨૨) શુંગેના અગ્નિમિત્ર આદિ રાજાઓ અને તેમના પછી આવનારા શુંગmત્ય કારવ રાજાઓ, એમની રાજધાની વિદિશામાં હતી, પણ તેમાંના ગમે તેની પેટા શાખાના માંડલિકે પાટલીપુત્રમાં રાજ્ય કરતા હશે, તેમને આ હડ રાજ હશે. એ રાજાએાનું જે નીતિપતન થવા માંડયું હતું તે છેવટે સંપ્રદાયની કદર્થના કરવા સુધી નાસ્તિકતાને પામ્યું હશે એમ લાગે છે. આ સમયે એ રાજા કાને માંડલિક હશે કે સ્વતંત્ર હશે ય આદ્મભૂાને માંડલિક હશે, એ સ્પષ્ટ થઈ શકતું નથી.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy