SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય ૨૨૫ કઈ કઈ વખતે બનવા પામ્યું છે તેમ, ભિન્ન ભિન્ન સમયે થયેલા સમાન નામવાળા આચાર્યોની સાથે સંબંધ રાખતી હકીકતો બધી ય એકાદ કઈ આચાર્યના નામે ચડી ગઈ હોય તે, એવા પ્રસંગે કેવળ એ અવ્યવસ્થિત નેંધાયેલી હકીકતે પરથી જ નહિ, પરંતુ બીજા પણ નિશ્ચિત સાધનોથી એ હકીકતના નાયકોને-આચાર્યોને અને તેમના સમયને વિવેકપૂર્વક નિર્ણય કરે જોઈએ. જ્યાં સુધી એવી રીતે નિર્ણય ન થાય ત્યાં સુધી, પાછળના તે જ નામના આચાર્યની સાથે સંબંધવાળી હકીકતે પૂર્વે થઈ ગયેલા આચાર્યની સાથે જોડાયેલી વાંચતાં તે પ્રાચીન આચાર્યને અર્વાચીન ઠરાવવા મથવું અથવા એ પ્રાચીન આચાર્યને અર્વાચીન ઠરાવી તેમની સાથે જોડાયેલી હકીકતને શંકાસ્પદ કરાવવા મથવું એ સર્વથા અનુચિત છે. એવી જ રીતે, જીવદેવસૂરિ નામના ઘણા આચાર્યો થઈ ગયેલા હતાં, પ્રભાવરિતકારે શ્રીજીવદેવસૂરિના સંબંધમાં લખેલી હકીકતમાંની કઈ હકીકત, જે નિશ્ચિત પ્રમાણથી તેમની સાથે સામયિક મેળ ન ખાતી હોય તે, તે હકીકતને સંબંધ કેઈ પાછળથી થયેલા અન્ય જીવદેવસૂરિની સાથે ઘટાવ જોઈએ; પરંતુ તેમ ન કરતાં તે હકીકત પરથી વિક્રમાદિત્યના રાજ્યના સાતમા વર્ષમાં બનેલી હકીક્ત, કે જે તે સમયે વિદ્યમાન જીવદેવસૂરિ અને વિક્રમાદિત્યના મન્દી લિંબા સાથે સંબંધ ધરાવે છે, તેને ઈન્કાર કરવો એ પણ અનુચિત છે. વિક્રમાદિત્યની જેમ શ્રીજીવદેવસૂરિનું મસ્તક એક કપાલ હતું, તેને મેળવવાની ઈચ્છા રાખનાર યોગીને લગતી હકીકત તથા લિંબા મંત્રીએ કરાવેલાં ઇવજપ્રતિષ્ઠાદિ સંબંધી હકીકત એ વિકમના સમયમાં વિદ્યમાન જીવદેવસૂરિના સંબંધમાં હોય અને લલશ્રેષ્ઠી તથા વાયડના બ્રાહ્મણોના સંબંધવાળી હકીક્ત કોઈ પાછળના છવદેવસૂરિને લગતી હોય, એમ માનવામાં મને કઈ વિરોધ જણાતો નથી. વિક્રમાદિત્યનું શ્રી સિદ્ધસેનસૂરિને એક કરોડ સેનૈયાનું દાન અને તેની પ્રજાનું ત્રણ ચુકવવાની પ્રવૃત્તિ વિગેરેથી સ્પષ્ટ સમજાય છે કે, તે વખતે એ રાજાની આર્થિક સ્થિતિ ગમે તે કારણને લઈ વધારે મજબૂત હેવી જોઈએ. સંભવ છે કે, આ સમય પહેલાં જ તેને “વર્ણપુરુષની પ્રાપ્તિ થઈ હશે. પૃથ્વીને અનુણ કરવાની સાથે બીજી પણ અનેક સામાજિક તથા ધાર્મિક પ્રવૃત્તિ આચરી તેમાં પણ એ રાજાએ ઘણા દ્રવ્યને વ્યય કર્યો હશે. લગભગ છ સાત વર્ષ સુધી સતત ચાલુ રહેલી વિક્રમાદિત્યની આવી આવી ઉદાર પ્રવૃત્તિઓના અંતે તેની પ્રજાએ તેના રાજ્યની શરૂઆતના વર્ષથી સમયગણના કરવાનીસંવત લખવાની શરૂઆત કરી હતી, અર્થાત; વિક્રમાદિત્યના રાજ્યારંભથી ૧૩ વર્ષે એટલે મ. નિ. થી ૪૨૩ વર્ષે વિક્રમ સંવતને તેના રાજ્યારંભના વર્ષની ગણતરીથી વ્યવહારમાં વહેતે કર્યો હતે. વત્સરનું વર્ષ અને વત્સરની પ્રવૃત્તિનું વર્ષ એની વચ્ચે ૧૩ વર્ષનું અંતર છે. છૂટક ગાથાઓમાં “તેરશાસેતુ થરપવિત્ત એ ચરણને અર્થ વિક્રમના રાજ્યથી “તેર વર્ષે સંવત ચાલ્યો” એમ નહિ, પરંતુ તેર વર્ષે રાજ્યારંભની ગણતરીથી સંવત વ્યવહારમાં વહેતે કરાય” એમ જ થાય છે.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy