SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ અવંતિનું આધિપત્ય વામાં આવ્યું હતું, તેની અંદરના શિવલિંગનું થઈ રહેલું અપમાન સહન કરી શક્યો નહિ; પરંતુ અવધૂત વેશમાં રહેલા એ અપમાન કરનાર શ્રી સિદ્ધસેન દિવાકરના આત્મબળથી આકર્ષાઈ તેમની પાસે આવતાં, જ્યારે અંદરને ભેદ ફૂટી જઈ તેને સમજાયું કે, “મહાકાલનું ચૈત્ય અવન્તિસુકમાલના મૃત્યુ.-મહાકાલના સ્થળે તેના પુત્ર તરફથી બંધાવવામાં આવ્યું હતું અને તેમાં અવન્તિ નામથી વિશિષ્ટ શ્રી પાર્શ્વનાથની ભવ્ય પ્રતિમા પધરાવવામાં આવી હતી, કે જેના પર સમય વીતતાં બલવાન ધર્માન્યતાએ શિવલિંગનું આચ્છાદન કર્યું હતું. ત્યારે તે ઉપરોક્ત આચાર્યના ચરણમાં પડ્યો અને તેણે ધાર્મિક સત્ય સમજવા આચાર્યશ્રીને વિજ્ઞપ્તિ કરી. આચાર્યો તેનામાં પડેલા જૂના જૈન સંસ્કાર સવિશેષ જાગૃત કર્યા અને તે એકવાર ફરીથી વિશેષજ્ઞ અને સુદઢ જૈન શ્રમણોપાસક બન્યું. તેણે એક મોટો સંઘ કાઢી જૈનધર્મના એક મુખ્ય તીર્થ શત્રુંજયની યાત્રા કરી-કરાવી, અને ત્યાં જીર્ણોધ્ધારાદિ અનેક ધાર્મિક કાર્યો કર્યા. જૈન ગળ્યોમાં એણે કાઢેલા મેટા સંઘનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તે જૈનધર્મમાં ગમે તેટલો ચુસ્ત હતો તે પણ તેણે સ્વપ્નમાં ય ધન્ધતાને ન સેવી હતી. વૈદિકાદિ જનતા તરફથી કરાતાં વેદવિહિતાદિ પવિત્ર ધાર્મિક કાર્યોમાં પણ તેની સહાનુભૂતિ રહેતી. કેઈ પણ જાતના ભિન્નભાવ વગર સર્વને સરખે જ રાજ્યાશ્રય આપે એવી તેની ઉદાર ભાવના ક્યારે ય અપવાદને ધારણ કરતી ન હતી. એને વિવેક કદી પણ પરની નિંદા કે પરાભવમાં પડી પલટાય તે ન હો, અને તેથી તેની પ્રજા પણ ધાર્મિક વિવાદ કે ધર્માન્યતાથી બહુધા બચી ગઈ હતી. પરિણામે, તે સુખશાન્તિ અને આનંદ છવને ભોગવવા ભાગ્યશાળી બની હતી. તેની પ્રજાના પ્રેમ અને આશિર્વાદથી તે અમર થયે, એટલું જ નહિ, પરંતુ તેની પછી થયેલા કેટલાક મહાન સમ્રાટોએ તેના વિક્રમાદિત્ય નામને બિરુદ તરીકે પિતાના નામની સાથે જોડી દેવામાં પિતાનું ગૌરવ માન્યું અને તેઓ તેની બીજી પણ ખાસીયતનું અનુકરણ કરવા બની શકે ત્યાં સુધી લલચાયા. ભિન્ન ભિન્ન ભાષામાં લખાયેલી વિકમની કથાઓમાં ૨૬૫ તેના સાહસ, સત્વ અને ધેય વિષે પુષ્કળ લખવામાં આવ્યું છે, અને તેમાં ચમત્કારિક દિવ્ય ઘટનાઓનું પણ વર્ણન મળી આવે છે. તેનું સિંહાસન અને પંચદંડનું છત્ર, એ પણ દિવ્ય પ્રભાવથી ભરેલાં હતાં એમ તેની કથાના લેખકે કહે છે. સર્વસંમત થવા માટે એ દિવ્યશક્તિઓને અર્થ આપણે એવી રીતે કરી શકીએ કે, વિક્રમાદિત્ય ભારે પ્રભાવશાળી અને તેના સમયની (૨૬૫) વિક્રમાદિત્યના વિષે સળંગ અને æક æક જૈન જૈનેતર લેખકોએ જે લખ્યું છે તે ઘણુંખરું વિક્રમની તેરમી સદીના ઉત્તરાર્ધ પછીનું જ છે. એ વિશાલ સાહિત્યની નોંધ, પ્રો, શ્રીયુત. હી. ૨. કાપડીયાએ અને શ્રીયુત અગરચંદજી નાહટાએ જૈન સત્ય પ્રકાશના વિક્રમ-વિશેષાંકમાં તેમણે લખેલા લેખોમાં સામાન્યતઃ લીધી છે, તે પરથી જિજ્ઞાસુઓ જણી શકશે કે વિક્રમાદિત્ય સાથે જૈનધર્મને કેટલું લાગતું વળગતું છે. આ સાહિત્યમાં કેટલુંક લૌકિક દંતકથામાંથી ઉતરી આવેલું હશે એની ના નથી, પણ તેમાં ઘણું ય ઐતિહાસિક તથ્ય પણ રહેલું છે જ. બહુ જ વિવેકપૂર્વક આની છણાવટ થવાની જરૂરીયાત છે.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy