SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ અવંતિનું આધિપત્ય ન્તરેના મતભેદ સિવાય મૂળ સ્થિતિમાં જ મળી આવતી એ ગાથાઓને, જે ચાલુ સંપ્રદાય પ્રમાણે અર્થ કરવામાં આવે છે તે મુજબ, બલમિત્ર-ભાનુમિત્રને સમય મ. નિ. ૩૫૩ થી ૪૩ સુધી છે અને ગભિલને સમય મ. નિ. ૪૫૩ થી ૪૬૬ સુધી છે. આવી સ્થિતિમાં ગદૈભિલ્લના ઉચછેદક કાલકાચાર્યનું અસ્તિત્વ મ. નિ. ની પાંચમી સદીનાં વચલા વર્ષોમાં હેઈ, તેઓ પિતાની સહાયમાં મ. નિ. ૩૫૩ થી ૪૪ સુધી વિદ્યમાન બલમિત્ર ભાનુમિત્રને ન જ લઈ શકે, એ સ્પષ્ટ વાત છે. શ્રી મેરૂતુંગાચાર્યે આ બલમિત્ર-ભાનુમિત્રને કાલકાચાર્ય (શ્યામાચાર્ય)ના નિર્વાસક માન્યા નથી. તેઓ શ્યામાચાર્યથી ભિન્ન અન્ય કઈ કાલકાચાર્યનું નિર્વાસન માને છે અને નિર્વાસન કરનાર રાજાઓ મ. નિ. ની થી સદીમાં વિદ્યમાન બલમિત્ર-ભાનુમિત્ર નહિ, પરંતુ તેથી ભિન્ન કોઈ અન્ય જ બલમિત્ર-ભાનુમિત્ર છે, એમ જણાવે છે. આમ તેઓ બીજા એક બલમિત્ર-ભાનુમિત્રના જેડકાને નિર્દેશ કરે છે, પરંતુ એ નિરેશ કાલકકથા અને ભદ્રેશ્વરસૂરિની “કહાવલી' જણાવે છે એ ગભિલ્લો સ્થાપક શ્રી કાલકાચાર્યના સહાયક બલમિત્ર-ભાનુમિત્રના જેડકાના અંગે હોય એમ જણાતું નથી. કારણ કે, એમણે એ નિશ, મ. નિ. ની દશમી સદીના અંતે-અ. નિ. ૯૯૩ વર્ષે વલભી યુગપ્રધાનપટ્ટાવલીમાંના યુગપ્રધાન કાલકાચાર્યનું નિર્વાસન માનતાં, તેમના નિવસક તરીકે મનાતા તે સમયના જ કેઈ બલમિત્ર–ભાનુમિત્રના જોડકાના અંગે કર્યો છે. બાકી, ખરી રીતે કાલકકથામાં કે કહાવલીમાં બલમિત્ર-ભાનુમિત્રનું સંયુક્ત નામ લખાયેલું છે તે સંયુક્ત નામના બે ભાઈઓ છે જ નહિ, પરંતુ તે બલમિત્ર નામને ભરૂચને શા છે કે જે ગભિલ્લની પાછળ આવેલા શકેને દૂર કરી ઉજજયિનીને અધિપતિ થયો હત; અને શ્રીમેરૂતુંગાચાર્ય કાલકાચાર્યના નિવસનની વાત કરતાં જે અન્ય બલમિત્રભાનુમિત્રને નિર્દેશ કરે છે તે પણ વસ્તુતઃ મ. નિ. ની ચોથી સદીના બલમિત્ર– ભાનુમિત્ર સિવાય અન્ય કેઈ નથી, કારણ કે, મ. નિ. ૯૯૦ની આજુબાજુના સમયમાં ઉજજયિનીમાં કે ભરૂચમાં બલમિત્ર-ભાનુમિત્ર નામના રાજાઓ રાજ્ય કરતા હોય તે કઈ પુરા નથી વિરુદ્ધ નિર્વાસિત થયેલા કાલકાચાર્ય પર્યુષણના સમયે દક્ષિણાપથના પ્રતિ ઠાનમાં આવી ગયા હતા ત્યારે ત્યાં આશ્વવંશને રાજા સાતવાહન (શાતકણું રાજ્ય કરતો હતે એમ જૈન સાહિત્યમાં કહેવાયું છે, તે આદ્મવંશ મ. નિ. ૯૯૩ થી આશરે બસે, સવા બસે વર્ષ પહેલાં અહિ-પ્રતિષ્ઠાનમાં અસ્ત પામી ચુકયે હતે. આ સર્વ પરથી સમજાશે કે, સંયુક્ત નામથી ઓળખાતા બલમિત્ર-ભાનુમિત્ર બે ત્રણ નહિ; પરંતુ મ. નિ. ની ચોથી સદીમાં વિદ્યમાન એક જ છે, અને તેથી તેઓ તેમના રાજ્યાન્ત પછી પદ કે પ૭ વર્ષે ઉજજયિનીના સિંહાસન પર આવેલા ગભિલના પુત્ર બલમિત્ર અથવા વિક્રમાદિત્યની અને તેના સંવતપ્રવર્તનની ચર્ચાના વિષયની. બહારના છે. ( મ. નિ. ૧૫૪ કે ૧૫૫ વર્ષે મૌર્યવંશની શરૂઆત અને મ. નિ. ૪૧૦ વર્ષે વિક્રમ રાજ્યારંભ માનતા હિમવંત થેરાવલી વિગેરેના મતે બલમિત્ર-ભાનુમિત્રને સમય મ.નિ. ૨૯૪ થી ૩૫૪ કે મ, નિ, ૨૯૩ થી ૩૫૩ આવે છે, એટલે એ મતની ગણતરીએ બલમિત્ર
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy