SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ અવંતિનું આધિપત્ય ની મદદ મેળવી તે એક મોટા લશ્કર સાથે માલવાની ભૂમિ પર ચઢી આવ્યો અને તેણે ઉજજયિની માંની શક રાજસત્તાને ઉખેડી નાખી તથા પિતે ઉજજયિનીને અવંતિને અધિપતિ બન્યા. આમ ત્રીજીવાર અવંતિ પર મૌર્યવંશનું તેના પેટાવંશ રૂપ ગદંભિલોનું આધિપત્ય સ્થપાયું. હવે આપણે તેમના એ આધિપત્યને આલેખીએ. મૈર્યવંશ (તતીય વિભાગ) ૧૩૫ વર્ષ, મ. નિ. ૪૧૦–૧૪૫ (વિ. સં. ૦–૧૩૫, ઈ. સ. પૂ. ૫૭–ઈ. સ. ૭૮) મૌર્યવંશીય નવાહનના પુત્ર રાજા ગભિલની પછી અવન્તિમાં-ઉજજયિનીમાં એકવાર ફરીથી એટલે ત્રીજીવાર મૌનું આધિપત્ય સ્થપાયું હતું, એવું સૂચન પૂર્વે થઈ ગયું છે. આ મૌ-મૌર્ય રાજાઓ ગર્દભિલના વંશજ હેવાથી ગભિલ તરીકે જ ઓળખાય છે. તેમની સંખ્યા ૫ ની છે. જેમકે –(૧) વિક્રમાદિત્ય ( બલમિત્ર કે વિકમસેન (૨) ધર્માદિય (વિક્રમચરિત્ર કે નસેન ), (૩) ભાઈલ, (૪) નાઈલ, (૫) નાહડ ગર્દભિલના આ પાંચ વંશજોની સાથે તેનું પોતાનું નામ ઊમેરીએ તે બધા મળીને ૬ ગદંભિલ રાજાઓ થાય, પરંતુ પુરાણે ગર્દભિલ અને વિક્રમાદિત્યના વચગાળે ઉજજયિની પર આવેલા શકરાજાને પણ ગëભિલેની અંદર ગણી તેમની સંખ્યા ૭ની નેધે છે. ત્યાં એમને સમુચ્ચય રાજત્વકાલ ૭૨ વર્ષ નેંધવામાં આવે છે; પરંતુ તેની સ્પષ્ટતા કરાયેલી ન હોવાથી બહુ જ ઓછાં લાગતાં એ ૭૨ વર્ષ કયી ગણતરીથી સેંધાયાં છે એને ખુલાસો ત્યાંથી મળતા નથી. આ લેખમાં કરાયેલી ગણતરી, કે જે શ્રીમેરૂતુંગસૂરિના કથનને અનુસરતી છે, તે મુજબ આ ૬ ગભિલોને સમુચ્ચય રાજત્વકાલ ૧૪૮ વર્ષ થાય છે, અને જે તેમાં શકને ૪ વર્ષ રાજત્વકાલ ઊમેરીએ તો તે બધું મળી ૧૫ર વર્ષ થાય.પર “તિથ્થગ્ગાલી પત્રય” ની ગાથાઓ “જમાં પુન’ એ ગાથાચરણથી ગર્દનાં ૧૦૦ વર્ષ નેધે છે. એ નેંધ પ્રમાણે મ. નિ. થી ૫૫૩ વર્ષે ગર્દભિલેને રાજ્યાન્ત ને શક રાજાની ઉત્પત્તિ આવી પડે છે તે તરફ ધ્યાન ન આપતાં આગળની ગાથાથી શક રાજની ઉત્પત્તિને સમય મ. નિ. થી ૬૦૫ વર્ષ અને ઉપર ૫ માસ વીતતાં નેંધે છે. ૨૫૩ ત્યાં ગદંભિલેના નામે ૧૫ર વર્ષ લખવાં જોઈએ તેના બદલે ૧૦૦ વર્ષ લખવાથી પરિણામે, કાલગણનામાં ૬૦ + ૧૫૫ + ૧૦૮+૩૦ + ૬૦ + ૪૦ + ૧૫ર = ૬૦૫ વર્ષના બદલે (૨પર) જુ, ટી. ને ૧૪૪ તથા મેતુંગીવ વિચારણિ પત્ર(૨૫૩) તિથ્થગાલી પઈનયની એ ગાથાઓ આ પ્રમાણે છે: ૧૦૮ ૩૦ पालगरण्णो सट्ठी, पणपण्णसयं वियाणि नंदाणं। मुरियाणं अट्ठसयं, तीसं पुण पूसमित्ताणं (૨૩) દર માજુમા, ઢા વાવ હૉનિલંગે મલકાં કુળ, પરિવનો તો ૬૦ ૧૫૫ ૬૦ ૪૦ - ૧૦૦
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy