SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. સરસ્વતી સાધ્વીના પ્રસંગવાળી અનીતિને લઈને ગયુ, એ હકીકત તે સર્વથા સાચી જ છે. એવી જ રીતે એ હકીકત પણ સાચી જ છે કે, કાલકાચા લાવેલા શકે ભારતમાં આવ્યા પછી વિદેશી ન રહ્યા હતા. તેઓએ સર્વ રીતે આર્ય સંસ્કૃતિને અપનાવી લીધી હતી. સંભવિત છે કે, કાલકાયાર્થે તેઓમાંના, કદાચ, સર્વને નહિ, પરંતુ મોટા ભાગને જેન બનાવ્યા હશે. विसज्जेहि. ताहे विसज्जिता। अण्णे भणंति-रना उवारण विसज्जिता, कहं ? समि नगरे किल रण्णा अगेसणा पवतिता ताहे से जिग्गता। ताहे णिग्गता । एवमाइयाण कारणाण अण्णतमेन णिग्गता –નિશીથ સૂ. ૪૨, ૪૩. ઉ૦ ૧૦ પોતાના ભાણેજ બલભાનને કાલકાયાયે દીક્ષા આપી તેથી કોપાયમાન થયેલા બલમિત્રભાનમિત્રે કાલકાયામને દેશનિકાલ કર્યા એમ લખતા ચૂર્ણિકારોના મતે કાલકાચાર્ય મામા ન થતાં હોવાથી તેમની શરમ રાખવા જે બલમિત્ર-ભાનમિત્રને પ્રસંગ જ ન હતો, પરંતુ એ સગપણ સંબંધ માનનારા આચાર્યોના મતે કાલકાચાર્ય બલમિત્ર-ભાનમિત્રના મામા થતા હોવાથી સ્નેહ શરમ નડતાં અશિવા કારણેથી વિદાય કરવાનું કે વિદાય થવાનું કહેવામાં આવે છે. નિશીથચૂર્ણિકાર જે પરંપરાને અનુસરતા હતા તે પરંપરાના આચાર્યો માનતા હતા કે, મ. નિ. ૩૫૩ થી ૪૧૭ સુધી અવતિના રાજકર્તાઓ બાલમિત્ર–ભાનુમિત્ર હતા કે જેમણે નિમેદવ્યાખ્યાતા દશપૂર્વધર યુગપ્રધાન કાલકાચાર્ય (યામાય)ને ઉજયિનીથી નિર્વાસન કર્યું હતું અને જે તે કાલકાચાર્યના સગપણથી સંબંધી એટલે ભાણેજ ન થતા હત', વળી તેઓ એમ પણ માનતા હતા કે, મ, નિ. ૪૬૬ વર્ષે ગઈ મિલના રાજ્યનો અંત આવ્યો ત્યારે ભરૂચમાં (લાટમી) બલમિત્ર રાજાનું રાજ્ય હત કે જેણે પિતાના મામા તિષનિમિત્તના બલી કાલકાચાર્યને સરસ્વતી સાવીને છોડાવવા માટે આદરેલા પ્રયત્નમાં સહાય કરી હતી. આમ છતાં જ્યારે કેટલાક આચાર્યો એમ માનવા લાગ્યા કે બલમિત્ર –ભાનુમિત્ર કાલકાચયના ભાણેજ એટલે કે બલમિત્ર-ભાનુમિત્રના મામા કાલકાચાર્ય હતા, ત્યારે બલમિત્ર –ભાનુમિત્ર અને બલમિત્ર એ ભિન્ન ભિન્ન હતાં છતાં કાલકાચાર્યના ભાણેજ તરીકે તેમની એક્તા મનાઈ ગઈ. એટલું જ નહિ પરતુ મામા તરીક યુગપ્રધાન સમાય (કાલકાચાર્ય) અને તિષનિમિત્તના બલી કાલકાચાય એક થઈ જતાં એ બન્નેની સાથે સંબંધ રાખતી ભિન્ન ભિન્ન સમયે બનેલી ઉજજશિનીથી નિસન અને ગભિલોચોદન એ બે ઘટનાઓ એક જ કાલકાચાર્યના નામે ચઢાવા લાગી. “ઉજજયિનીથી નિર્વાસિત થઈ પ્રતિષ્ઠાનપુર ગયેલા કાલકાચા ત્યાંના રાજા શ્રાવક સાતવાહનની પરાધન સબંધી અનકૂલતાને લઈ પર્યુષણ પર્વનું પંચમીના બદલે ચોથમાં પરિવર્તન કર્યું અને તે યુગપ્રધાને કારણથી પરિવર્તન કર્યું તેથી સંધને સમ્મત થયું.” નિશીય ચૂર્ણિકારને આવા પ્રકારના કથનમાં “ગુircuહાર્દિ wાન જરથી ઉત્તિ” એવા સ્પષ્ટ અક્ષરે છે તે પર ધ્યાન ન આપતાં, કોણ જાણે શા કારણથી આ બનાવ બનો શનિમિત્તઢિા ”ના નામે ચઢાવવામાં આવે છે. યુગપ્રધાન તરીકે કાલાચાર્ય (સામાર્ય)નું નામ યુગપ્રધાન પટ્ટાવલીઓમાં લખાયું છે, પણ ગભિલોદક કાલાચાર્ય એક મહાન આચાર્ય હતા છતાં તેમનું નામ યુગપ્રધાન તરીકે ત્યાં લખાયું નથી, એ કેમ ભૂલી જવાય છે !
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy