SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. હૃષ્ટિએ સિકકાઓની હેરફેર કઈ કઈ વખતે વિચિત્ર રીતે પણ થાય છે, એ ભૂલવું જોઈએ નહિ. ખાસ કરીને, સિક્કાનું નાણું સધર હાલતમાં હોય ત્યારે તે કહેવું જ શું. કેટલાક નહપાણના સિકકાઓમાં, ઉજજયિનીના સિક્કાઓ પર હેવાનું મનાતું, “શીખેલી ૨૩૬ ચિહ્ન હોવાથી તેને ઉજજયિનીને રાજકર્તા માને છે, પરંતુ ઉજજયિનીમાં રાજય નહિ કરતા એવા કેઈ કેઈ આદ્મરાજાઓના સિક્કાઓ પર પણ સીઓલ” જેવામાં આવે છે, એટલે તે ચિહ્ન પરથી આ ક્ષહરાટ રાજા નડાણ ઉજજયિનીને રાજકર્તા હતા, એમ નિશ્ચયપૂર્વક કહી શકાય નહિ. જો કે સામાન્યતઃ ઉપર કરેલી, તેની રાજધાની કયાં હતી” એ વિષેની ચર્ચા પરથી તેની રાજધાનીનું સ્થળ ચોક્કસ રીતે કહી શકાય તેમ નથી, છતાં સંભવ તરીકે તેની રાજધાની ઉજજયિની નહિ, પરંતુ જુન્નર હોય તેમ લાગે છે. ભૂમકની હયાતી દરમીયાન નહપાણ જુનેરમાં રહી એ પ્રદેશનું શાસન કરતો હશે; પરંતુ ભૂમકના મૃત્યુ બાદ તેણે જુનેરમાં અષભદત્ત શકની સુબાગિરિ રાખી પિતે મધ્યમિકામાં રહી વિશાલ ક્ષહરાટ રાજ્યનું શાસન કરતા હોય તે પણ ના નહિ. સિકકાઓમાં અને લેખોમાં ભૂમક અને નહપાણના માટે અનુક્રમે સત્રપ ભૂમક અને સત્રપ મહાસત્રપ રાજા નહપાણ, એમ આપણને વાંચવા મળે છે તે પરથી સ્પષ્ટ થાય છે કે, ભૂસકે રાજાને ઇલ્કાબ ધારણ કર્યો નથી, જ્યારે નહપાણે રાજાને ઈલકાબ ધારણ કર્યો છે. મ. નિ. ૩૬૮ ની લગભગમાં ભૂમકનું મૃત્યુ થયા પછી તે મહાસત્રપ બન્યું હશે અને જ્યારે પાયથી તક્ષશિલાનું યવનરાજ્ય-બેકિટ્રયન રાજાનું રાજ્ય જીતી લેવાતાં પાર્થિયન રાજાની સત્તા તળે ગાન્ધારમાં “માસ-ભોગ-મઝીઝ અધિકૃત થયો હતે (મ. નિ. ૩૭૩), ત્યારે ઉપરી યવન સત્તાનો સંબંધ છૂટી જતાં તેણે સ્વતન્ન થઈ રાજાને ઈલકાબ ધારણ કર્યો હશે એમ લાગે છે. ખરી રીતે કહીએ તે, તેના રાજ્યારંભની અને શક્યાન્તની ચક્કસ સાલ તે શું, પરંતુ આશશ પડતી ય સાલ નક્કી કરવી મુશ્કેલ છે. * આજે મળી આવતાં સાહિત્યગત સાધન પરથી જાણવા મળે છે કે, મ. નિ. ની ચેથી સદીનાં છેલ્લાં દશકામાં અને પાંચમી સદીના પહેલા દશકામાં અનુક્રમે આનર્તમાં ગદંબિલ અને ભરૂચમાં બલમિત્ર નામના રાજાઓ રાજ્ય કરતા હતા.૩૭ હકીકતમાં સમયની અપેક્ષાએ ૬૦ વર્ષ આગળ ચાલનાર ચાલુ જૈન સંપ્રદાય ઉપરોક્ત એ સમયને મ. નિ. ની પાંચમી સર્દીના મધ્યની આજુબાજુના દશકમાં મુકે છે એ એક મતાન્તર છે તેને ન સ્પર્શતાં, મેં ગભિલ અને બલમિત્રને માંડલિક રાજત્વને સમય દર્શાવ્યો છે. આ લેખના સ્વીકૃત મત પ્રમાણે ગદંભિલ, આર્યખપુટાચાર્ય, બલમિત્ર, સરસ્વતી સાધ્વીના ભ્રાતા કાલકાચાર્ય, વિગેરે મ. નિ. ની ચેાથી અને પાંચમી સદીના મધ્યની આજુબાજુના સમયની જ વ્યક્તિઓ છે. ગભિલ ઉજજયિનીની ગાદીએ આવ્યા તે પહેલાની તેની સ્થિતિ (૩૬) સંધ + આવા ચિહ્નને સિઓલ' તરીકે લખે છે. (૩૭) ગભિલ રાજના આલેખનમાં આ હકીકતની વિશેષ સ્પષ્ટતા કરવામાં આવશે.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy