SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. ૧૭૭, જાતિ ક્ષહરાટ હતી” ૨૩૨ એમ લેખેમાં ઉત્કીર્ણ થયું હોવાથી તે વિદેશી હેઈ, ભાર તના મૌર્યવંશીય અથવા તે મતાન્તરે મનાતા કેઈ અન્યવંશીય બલમિત્ર-ભાનુમિત્રને સંબંધી વારસદાર ન હોઈ શકે, એ સ્પષ્ટ જ છે. નહપાણ ક્ષહરાટે, સંશોધકો કહે છે તેમ, સૌરાષ્ટ્ર સમેત દક્ષિણ રાજપૂતાનાથી લઈ યાવત્ નાશિક અને પુના જીલ્લા સુધી પ્રદેશ કબજે કર્યો હોય; ૨૩૩ પરંતુ તેણે બલમિત્ર-ભાનુમિત્ર પર આક્રમણ કરી અવનિ-ઉજ્જયિનીનો કબજો કર્યો હોય એવો કોઈ પુરા નથી. આમ, નહપાણ એ બલમિત્ર-ભાનુમિત્રને સંબંધી વારસ કે અવતિ પર આક્રમક ન હેય તે; “નહપણ ક્ષહરાટનું નામ નહહ રખાયું હતું,' એ જાણવાનું કાંઈ પણ પ્રામાણિક સાધન ન હોય એવી સ્થિતિમાં, નાહવાહણને-નવાહનને ઉજયિની પર ૪૦ વર્ષને આધિપત્યકાલ નહપાના નામે શા આધારે ચડાવી શકાય? વળી નહપાણને અને ગણિતલને કાંઈ પણ સંબંધ હોવાને, અથવા તે ગભિલે નહપાના કબજામાંથી અવન્તિ કેવી રીતે ખેંચાવી અને તે તેને માલીક બન્યો એને, કાંઈ પણ ઈતિહાસ આજે ઉપલબ્ધ નથી તે પછી શા આધારે કહી શકાય કે ગભિલ પુરોગામી ક્ષહરાટ નહપાયું હતું. વિશેષમાં ક્ષહરાટ નહપાણની રાજધાનીનું સ્થળ પણ અનિશ્ચિત છે. કે તેની રાજધાની મધ્યમિકામાં તે કઈ મન્દોરમાં કહે છે, કોઈ તેને જુનેરમાં રહી રાજ્ય કરતે જણાવે છે તે વળી કોઈ તેની રાજધાનીનું સ્થળ ઉજયિની માને છે. સંશોષકોનાં આવાં કથન અને માન્યતાઓને આધારે તેમણે ઉપજાવેલાં મનસ્વી અનુમાને જ જુન્નરના લેખમાં “ો મgrણતર સામિનાર અનાચણ વછરતા અચકા ” આવી રીતે ઉકીર્ણ કરતાં નહપાને મહાક્ષત્રપ મ ણા ગ્યો છે. નહપાના પોતાના સિક્કાઓમાં તે પિતાને ત્ર હ્મી લિપિમાં “જાગો જાતર નgનર અને ખરષ્ટી લિપિમાં “બને છતર નાવન" આવી રીતે લખતાં રાજા તરીકે જણાવે છે. (૨૨) જુ, ટીપ્પણ ૨૩૧. (૨૩૩) મી. સ્મીથ આદિ સંશાધના કથનાનુસાર નહપાણના રાજયવિસ્તારને આમ સંભવ તરીકે સ્વીકારવાનું કારણ એ છે કે –ઉપવાદાત એ નહપાનો જમાઈ અને સેનાપતિ હતા. તે દરેક લેખમાં નહપાન સંબંધી તરીકે જ પિતાની એળખ આપે છે. આ શક-સરદારની દાનપ્રવૃત્તિ નિર્દિષ્ટ પ્રદેશના નગરામાં હોવાથી એ વિસ્તૃત પ્રદેશમાં નહપાની રાજ્યસત્તા હોવાનું અનુમાન થાય છે. ઉસવાતે પોતાના નાસિકના લેખમાં પોતાની દાનપ્રવૃત્તિની જે સ્થળો પ્રભાસ, રુકચ્છ, દશપુર, ગોવર્ધન, સોપારક, પુષ્કર અને નદીઓ વિગેરે ઉલ્લેખેલી છે, તેમાં દશપુર (હાલનું મસો) પણ હેવાથી નહપાણની રાજ્યસત્તા અવંતીના વાયવ્ય સીમાડાની લગભગ હતી એમ સાબીત થાય છે, પણ તેથી તેની રાજસત્તા આખા અવંતિ પર સ્થપાઈ તેનું રાજનગર ઉજજયિનો હતું એમ અનુમાન કરી શકાય નહિ, ચિતોડગઢની બહુ નજીકમાં આવેલી માધ્યમિકામાં નહપાછુ જે રાજ્ય કરતે હેાય તો તેની રાજ્યસત્તા દશપુર-મન્દસર સુધી વિસ્તરેલી હોય તે બનવાજોગ છે, પણ તેથી અવંતિના પાટનગર ઉજમિની સુધી તેણે રાજ્યસત્તા વિસ્તારી હતી એમ માની શકાય નહિ.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy