SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ અવંતિનું આધિપત્ય. ૨૧૩ તેઓ ભરૂચથી આવી અહિં અભિષિક્ત થયા હોય તે પણ ના નહિ. એના રાજત્વકાલને પૂર્વ વિભાગ ૨૨ વર્ષને છે તેમાં તેની કારકીર્દી વિષે કાંઈ પણ જાણવા મળતું નથી, પરંતુ મગધ સામ્રાજ્યનું પતન થવામાં કામ કરતી કેટલીક હકીકતો એકઠી કરી શકાય તેમ છે. જેમકે – બલમિત્ર-ભાનુમિત્ર ઉજજયિનીની ગાદીએ આવ્યા ત્યારે, સૌથી પ્રથમ પાટલીપુત્રના વૃદ્ધરથે અને રાજગૃહીના વૃષસેને તેમની સર્વોપરિતાને ન સ્વીકારતાં, મગધ વિગેરે પૌર્વાત્ય દેશો છૂટા પડી ગયા. મગધ સામ્રાજ્યના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગલા થયાની વાત કરવામાં આવે છે તે વાસ્તવિક આ રીતે જ છે. ઉત્તર ભારત અને સૌરાષ્ટ્ર પણ આ સમય દરમીયાન ઉજજયિનીની સત્તાને અવગણી હતી. સામ્રાજ્ય વિભકત થતાં તેનું સમર્થ અને મહાન લશકરી બળ પણ વિભક્ત થઈ ગયું. આ સર્વને લાભ લઈ સૌથી પ્રથમ આન્ધરાજા સાતકર્ણી એ મૌર્યોની આધીનતાને ફગાવી દીધી અને તે પિતાને રાજ્યપ્રદેશ વિસ્તારવાના કામે લાગી ગયો. વિભક્ત અને તેથી નબળા બનેલા મૌર્ય રાજાઓ પોત પોતાના હાથમાં રહેલા પ્રદેશને સાચવી શકે એ જ તેમના માટે બહુ હતું. એમનામાં દક્ષિણાપથના દેશ પર બળ અજમાવવાની સુદ્ધાં તાકાદ ન રહી હતી. આમ છતાં મ. નિ. ૨૯૮ વર્ષે પ્રતિષ્ઠાનપુરના સિહાસને આવેલ શ્રીમુખનો વંશજ આશ્વરાજા સાતકર્ણી પિતાની મહેચ્છાઓ પુરવા શક્તિમાન થયે નહિં. તેની મહેચ્છાઓનો સામનો કલિગના જૈન મહારાજા ખારવેલે કર્યો. અશોકે ખારવેલના પિતામહ ક્ષેમરાજને જીતી તેને તાબે કર્યો હતું, પરંતુ સંપ્રતિના મૃત્યુ બાદ અને તેમાં પણ ખારવેલ મ. નિ. ૩૦૦ વર્ષે ગાદી પર આવતાં એ તાબેદારી સમાપ્ત થઈ ચુકી હતી. આ ખારવેલ પિતાના હાથીગુફાવાળા શિલાલેખમાં જણાવે છે કે --“મેં રાજ્યાભિષેકના) બીજા વર્ષે (હિમવંત થેરાવલી પ્રમાણે મ. નિ. ૩૦૨ માં) સાતકર્ણને ન ગણકારતાં હાથી, ઘોડા, રથ ને પાયદળની એક મોટી સેના પશ્ચિમના પ્રદેશ પર રવાના કરી. કૃણવેણાના તટ સુધી પહોંચેલી એ સેનાએ ત્યાં રહેલા મુષિકનગરને ભારે ત્રાસ ઉપજાવ્યું,” ૨૧૪ વળી એજ લેખમાં તે ચોથા વર્ષનું કાર્ય ઉલેખે છે કે:-“(મેં રાજ્યાભિષેકના) ચોથા વર્ષે (હિ. થે. પ્રમાણે મ. નિ. ૩૦૪ માં) શષ્ટિક અને ભોજકેને પગમાં નમાવ્યા.” ૨૧૫ આમ ખારવેલ | (૨૧૩) બલમિત્ર-ભાનુમિત્ર સંપ્રતિના કાકાના પુત્રો હતા એથી વિશેષ તેમના વારસાહક વિષે જાણવાનું કઈ પશુ સાધન મળતું નથી. (૨૧૪, “તુતિ = ઘરે અવતગિતા વાતચંગ વમવિલં ચ ન ર જ વસ્તુ રંટું પાપથતિ [ ] કાનાં જતાય ચ સેનાય વિતાવતે દિના [ ]' –ખારવેલ પ્રશસ્તિ ૫. ૪ (શ્રીયુત-જાયસ્વાલનું વાંચન). (૧૫) “તથા જવુથે કરે + + + નવ દિ મોર ઘરે વંથાવતિ" –ખારવેલ પ્રશસ્તિ ૫. ૫-૬ (શ્રીયુત જયસ્વાલજીનું વાચન)
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy