SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. ૧૫૩ સ્પતિમિત્ર અને ધનદેવ એ પુરાણેની યાદીઓને દેવવર્મન કે દેવધર્મન્ હેઈ, તેઓ અનુક્રમે પાટલીપુરના સિંહાસન પર તેમના પિતા પુષ્યમિત્રની હયાતી દરમીયાન આવ્યા હેય એ સંભવિત છે. પુરાણોએ, “પુષ્યમિત્રે વૃદ્ધરથની કતલ કરી હતી તેના બદલે દેવવિમેન (સોમશર્મન્ કે દેવધર્મન)થી ત્રીજા પુરુષ બ્રહદ્રથ (વૃજ શ્વ)ની કતલ કરવાનું લખી ગોટાળે કર્યો છે. પરિણામે, તેમની યાદીઓમાં બહપતિમિત્ર નામ છોડી દેવાયું અને દેવવર્મન આદિ રાજાઓને શુંગવંશીના બદલે મૌર્યવંશી ગણી લેવાયા. આ સર્વે પરથી સમજાશે કે બૃહપતિમિત્ર નામ શુંગવંશી રાજા થશે છે. તેને સંબંધ પાટલીપુત્ર સાથે હેઈ, તે મૌર્યવંશી કે સંપ્રતિને અનુગામી નથી શ્રી જયસ્વાલજીએ કલ્પેલી મૌર્યરાજાઓની પશ્ચિમશાખામાં સંપ્રતિ બાદ બૃહસ્પતિ, વૃષસેન પુષ્પધર્મા અને પુષ્યમિત્ર, એ રાજાઓ અનુક્રમે લખાયા છે પરંતુ હું જણાવી ગયે છું કે, બ્રહસ્પતિ એ વૃદ્ધરથ પછી આવનાર શુંગવંશી પાટલીપુત્રને રાજા છે. તેને ઉજજયિની સાથે કોઈ સંબંધ નથી. શ્રી જાયસ્વાલજી બૃહસ્પતિ પછી વૃષસેનનું નામ લખે છે, પુરાણોની યાદીઓ પરથી કરાયેલ સંશોધકોનાં કેપ્ટકમાં આ વૃષસેનનું નામ જણાતું નથી. તે કેણ છે તથા તેને ને સંપ્રતિને શો સંબંધ હતું, તે વિષે પણ કાંઈ નિશ્ચયાત્મક કહી શકાય તેમ નથી. કેઈક તેને વૃષભસેન કે વીરસેન નામથી પણ ઓળખાવે છે. સંપ્રતિના રાજત્વકાલ દરમીયાન એક કાબુલને સુબે સેફગસેન કે સોફાગસેન નામે જણાવે છે, કે જેને સુભગ સેન-સુભાગસેન-સભાગસેન નામથી પણ ઓળખાવાય છે, તે પિતે અથવા તેને પુત્ર તે આ વૃષસેન નહિ હાય શું એ પ્રશ્ન ઉઠે છે. “મૌર્ય સામ્રાજ્યને ઈતિહાસ” ને લેખક વૃષસેનને સંપ્રતિના વારસપુત્ર તરીકે કપે છે અને ઉપરોક્ત વૃષભસેનાદિ બધાં ય નામો વૃષસેનનાં જ જણાવે છે, પરંતુ ઉજજયિનીના સિંહાસન પર તે ન આવતાં, હિમવંત થેરાવલીના કથન પ્રમાણે, બલમિત્ર-ભાનુમિત્ર આવ્યા છે તે પરથી લાગે છે કે આ વૃષસેન સંપ્રતિનો પુત્ર ન હો જોઈએ. યુગપુરાણના આધારે શ્રીયુત. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ શાલિશુકને સંપ્રતિને ભ્રાતા માને છે તે સત્ય હોય તે દશરથશાલિશુક એવા કમથી આવનાર વૃષણેન કદાચ સંપ્રતિને ભત્રીજે હોઈ શકે, પરંતુ દશરથ. પછી રાજગૃહીની ગાદીએ ક્રમશઃ આવનાર શાલિશૂક, વૃષસેન અને પુષ્યધર્મા, એ રાજાઓ વંશપરંપરાગત છે એમ માનવાને મજબૂત પ્રમાણ જોઈએ, અન્યથા વૃષસેન કદાચ સૌભાગસેન કે તેને પુત્ર પણ હોય. ટુંકામાં કહીએ તે શાલિક અને આ વૃષસેનની વાસ્તવિક ઓળખ જ કોઈ આપતું નથી. “આ બૃહસ્પતિમિત્રને સગપસંબંધ અહિચ્છત્રના રાજાઓ સાથે હતો, કે જેમાં બ્રાહ્મણ હતા? આવા કેસમ-પ્રભેસાના શિલાલેખથી પણ નક્કી થાય છે કે, આ બહસ્પતિમિત્ર બ્રાહ્મણ જાતિના શુંગાના વંશનો હતો, - (૧૨) કાબુલની ખીણમાં રાજ કરતે આ સુભગસેન અશોકની સાથે શું સંબંધ ધરાવતો હતો એ જાણી શકાયું નથી. સંભવ છે કે, તે કરાય અશોકનો પુત્ર હોય, અને વૃષસેન એ આ સુભમસેનને પુત્ર હેય.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy