SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ { [૧૪૦ અવંતિનું આધિપત્ય. કરવામાં આવી હતી. ૨થશાલામાંથી નીકળેલે જિનાથ જિનપ્રતિમાથી અલંકૃત કરી શ્રાવકેએ તે પ્રતિમાની ભક્તિનાં સર્વ અંગોથી પૂજા કરી. આ પછી તેઓએ સ્વયં તે રથને વહન કરી વાજતે ગાજતે ગીત-ગાન, રાસ-પ્રેક્ષણીય પૂર્વક નગરીમાં સ્થળે સ્થળે સ્થિર રાખતાં રાખતાં ફેરવ્યો. અને અંતે તેને રાજદ્વારે લઈ ગયા. સંપ્રતિએ આ વખતે વિધિપૂર્વક પ્રભુનું પૂજન કર્યું. આ ઉત્સવના પ્રસંગે સંપ્રતિએ પ્રાન્તીય સામતોને પણ બોલાવ્યા હતા. એ સામંત રાજાઓને જૈનધર્મમાં શ્રદ્ધાન કરાવવા પૂર્વક તેણે કહ્યું કે-“તમે મને સ્વામી તરીકે વ્યાદિ પ્રદાન કરે એને હું પ્રિય કર્યું માનતા નથી, પણ તમે સુવિહિત શ્રમણના ઉપાસક બને તે મને પ્રિય કર્યું મનાશે.” આવા પ્રકારની આજ્ઞા કરી વિદાય કરેલા તે સામતેએ પિતા પોતાના દેશમાં અહિંસા પ્રવર્તાવી, સાધુઓની ઉપાસના કરવા માંડી, રથયાત્રાદિ કરવા માંડયાં અને ચિત્યપૂજાદિ આરંભ્યાં. પ્રાન્તદેશમાં પ્રવર્તેલા-પ્રવર્તાવાયલા શ્રાવકાચારથી તે દેશો પણ સાધુઓના વિહારને ગ્ય બન્યા. બીજી તરફ સંમતિએ અનાર્ય દેશે પણ સાધુઓના વિહારને એગ્ય બને તેથી ત્યાં વેશધારી સાધુઓને મોકલી તેમની મારફતે, જૈન સાધુઓને શુદ્ધ આહારાદિ કેવી રીતે દેવાં, એ ત્યાંના અનાર્યોને શિખવવાનું શરૂ કર્યું, અને એ રીત અનાયકેશે પણ સાધુવિહારને યેગ્ય બની ગયા. “આ જૈન સમ્રાટે મણુસંઘની પરિષદ્ મેળવી હતી અને તેની આગળ તેણે પિતાના રાજ્યમાં સર્વત્ર સાધુઓને વિહાર કરાવી ધર્મપ્રચારને ધર્મપ્રવર્તન કરવાની વિનંતિ કરી હતી. ૨૦૪ શ્રમણસંઘે એ વિનંતિ પર લક્ષ્ય રાખી સંપ્રતિના તાબાના આર્ય દેશોમાં તથા અનાર્ય દેશોમાં સાધુઓને મેલી ત્યાં ધર્મપ્રચાર ને ધર્મપ્રવર્તન કર્યું હતું. દીન હીનાહિના માટે તે તેણે પિતાના પૂર્વજન્મની બિભત્સ રંકસ્થિતિ તથા ભૂખાળવા પેટ અતિ આહાર કરવાથી થયેલ ઔદરિક મૃત્યુને મરી, પહેલાંથી જ ઉજજયિનીના ચારે દરવાજે મહાસત્રો-ભેજનદાનશાલાઓ ખાલી હતી. એ સત્રશાલાઓમાં બચેલો આહાર, તથા બજારમાં વેચાતા આહારનું મૂલ્ય રાજ્યમાંથી મળી શકશે એવી સંપ્રતિએ આપેલી ખાત્રીથી ઉજયિનીમાં મિષ્ટાન્ન આદ વેચનારાઓથી અપાતાં આહારાદિ આર્ય સુહસ્તિના સાધુઓ લેવા લાગ્યા હતા અને તે તરફ આર્ય સુહસ્તિ બેદરકારી બતાવતા હતા તે જોઇ, આર્યમહાગિરિજીએ તેમને ઉપાલંભા આપો. સુહરિતસૂરિજીએ માફી માગી પણ ધૂલભદ્રથી ઉત્કૃષ્ટતામાં ઊતરતી સામાચારી થશે એ વીર વચનને યાદ કરતાં તેમણે આર્યસૃહતિને નહિ પરંતુ સમયને જ દેષ માની સમભાવ ધારણ કર્યો, પણ સામાચારી વ્યવહાર તે પિતાના સમુદાયના માટે અલગ જ રાખે, કે જેથી આચારની ભિન્નતાને લઈ બેઉ સમુદાયના સાધુઓમાં દાર્શનિક વ્યામેહ ન થાય.” __(२०४) "इह सोच्चा संपइणि वेणं तत्थ अवंतीणयरीए बहुणिग्गंठ-णिग्गंठीण परिसा मेलिया, णियरज्जम्मि जिणधम्मप्पभावणवित्थरहा णाणाविहगामणयरेसु समणा पेसिया " મિ. થેરા૫ (મુદ્વિત)
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy