SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ અવતિનું આધિપત્ય. ૧૨૭ ધાર્મિક કાર્યો કર્યા છે અને એ વખતે તે વ્યવહારમાં બૌદ્ધધમી જ હતો, પરંતુ માનવાને કારણ છે કે, બૌદ્ધોની દષ્ટિએ જેવો એક બૌદ્ધ હોય તે તે સદાને માટે ન રહ્યો છે જોઈએ. “ભાબ્ર ના શિલાલેખમાં “ભતેને સંબંધી તે પિતાના બૌદ્ધત્ત્વની ખાત્રી આપવા જેવું જ વલણ ધરાવે છે તે બતાવે છે કે, તેની ધાર્મિક પ્રવૃત્તિમાં તેને મતભેદ હોય છે તે તે તેમાં સંપૂર્ણ ન પણ હોય કે શંકાની નજરે જેવાતે હોય. મને નથી લાગતું કે, એ જમાનામાં અશોક જેવા સમ્રાટને માટે નિકારણ એવી ઔપ. ચારિક એકરારની આવશ્યકતા હોય. પોતાના જીવનના અંતિમ દિવસોમાં અશોક પોતે કરેલા નિર્ણય મુજબ બૌદ્ધસંઘને ચાર કરોડ દ્રવ્ય દેવા ઈચ્છતા હતા, પરંતુ મન્ત્રીઓની સલાહથી તેના પૌત્ર સંપતિએ તેને તેમ કરતાં અટકાવ્યો. લાચાર બનેલા અશોકે મરતાં મરતાં તે દ્રયના બદલામાં સમુદ્રપર્યત મહાપૃથિવી લખી આપી. એ દ્રવ્ય આપી પૃથિવી છોડાવ્યા બાદ જ સંપ્રતિને રાજ્યાભિષેક થયો.” આવા અભિપ્રાયનું વિશેષ વિસ્તારવાળું લખાણ અશોકાવદાનાદિ બૌદ્ધગ્રંથમાં મળે છે. અશેકના મૃત્યુ બાદ બૌદ્ધસંઘારામને માટે દ્રવ્ય મેળવવાને લાગતા વળગતા રાધગુપ્ત વિગેરે બૌદ્ધાનુયાયીઓનું કઈ કાવતરું જાયું હતું એ અવનિ ઉપરોક્ત લખાણમાંથી નીકળે છે. આ કાવતરા પર, અને ઘણા કાળ સુધી પોતાની સ્તુતિનું પાત્ર બનેલ અશોક પિતાના ધાર્મિક તંત્રમાંથી સરી જઈ સંઘારામને કરોડના દ્રવ્યની મદદ કરતે અટકી ગયા હતા તેની બૌધાનુયાયીઓ પર થતી ખરાબ અસર પર, પડદે નાખવાની ખાતર જ અશોક જેવા સમ્રાટની લાચારી અને ધર્મઘેલછાનું પ્રદર્શન કરી સંપ્રતિ જેવા મહાનુભાવને લેભાન્ય ચીતરવાનો પ્રયાસ, ખરેખર, બોધગ્રંથાએ કર્યો હોય એમ લાગે છે. તે કવિના પિતા કુણાલ અને માતા શરાશ્રી એ જૈન હતાં. સંપ્રતિ પણ, જો કે વિશિષ્ટ પ૨માહંત પાછળથી-આર્ય સુહરિતના દર્શનથી થયેલા જાતિસ્મરણ બાદ થયો હતો, પરંતુ શ્રીહેમચંદ્રસૂરિના કથન મુજબ સામાન્ય પરમહંત તે જન્મથી જ હતું. એને જૈનત્વ વારસાગત મળ્યું હતું. મગધ સામ્રાજ્યને વારસ જૈન હેય એ બીને પાલવતું ન હતું, તેથી તેઓ એ વસ્તુને મીટાવવા મથતા હતા અને રાજકુટુંબનાં તથા મન્નિવર્ગનાં માણસોને ઉપયોગ કરી કાર્ય સાધવા કાવતરાં કરાવવા દેરી સંચાર કરતા હતા. કુણાલને માટે જાયેલું કાવતરું એવા જ પ્રકારનું હતું. જૈનસાહિત્ય એ કાવતરા વિષે લખી રહ્યું છે, તેને ભાવાર્થ આ પ્રમાણે છે – “અશોકને કુણાલ નામે પુત્ર છે. તેને કુમારભુક્તિમાં ઉજયિની આપી ત્યાં સંરક્ષણ પૂર્વક રાખતાં તે આઠ વર્ષથી વધારે વયને થયો. અશકે નીમેલા બાલધારકોએ કુણાલની આ વય વિષેની અશોકને માહિતી આપતાં તેણે એક પત્ર દ્વારા ખાતે થી ૪ કુમાર અધ્યયન કરે એવી સૂચના પિતાના એ પ્રિય યુવરાજ પુત્રને આપી. આ પત્ર લખ્યા બાદ અશોકનું ચિત્ત કેઈ અન્ય કાર્યમાં પરેવાતા, તે પત્રમાંની હકીકતથી પરિ
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy