SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સંશોધકો એ તે ચોક્કસ માને છે ક–પવનરચું અને મન તથા તિરાઆ ત્રણ શબ્દ લેખકોના દોષથી ભિન્ન રીતે લખાઈ રૂઢ બનતાં કાળગણનામાં ગોટાળો ઉભો થયો છે. આ ગ્રન્થના લેખક તેથી ભિન્ન રીતે અશુદ્ધિ થઈ હોવાનો પ્રત્યાઘાત કરી તે અશુદ્ધિની કલ્પનાને અનુચિત જણાવી એ ગાથાઓને છે તેવી જ રીતે સ્વીકારી લેવાનું તથા સંગત કરવાનું કહે છે, અને તેમણે તેવી રીતે તેની સંગતિ સાધી પણ છે. તેઓ કહે છે કે, ૪૧૯ વર્ષનું અંતર માનતાં આ ગાળામાં કોઈ ફેરફાર ન કરવામાં આવે અને તેને અણનમ રાખવામાં આવે તે પણ ૧૫૫ વર્ષ નંદનું રાજ્ય રહ્યું તેમ નહિ કરતાં મહાવીર નિર્વાણુથી ૧૫૫ વર્ષ સુધી નંદનું રાજ્ય રહ્યું વિગેરે રીતથી તેને અર્થ કરાય તો પણ તે સંગત થઈ શકે તેમ છે. મહાવીર નિર્વાણ કાળથી વિક્રમ સંવતના અંતરની વિચારણા કરવામાં મૂખ્ય સાધનો બે છે. એક રાજત્વકાળ ગણના અને બીજી યુગપ્રધાન પરંપરા. જો કે આ બન્ને મહાવીર નિર્વાણ અને વિક્રમ સંવત કે શક કાળના અંતર માટે નથી, છતાં આ બન્નેના અંકોડા પરસ્પર અને જને સાહિત્યના વિવિધ પ્રસંગોના ઉલ્લેખોની સાથે સરખાવવાથી જ વિક્રમ સંવતનું મહાવીર નિર્વાણ સાથે ૪૭૦ અને ૪૧૦માં કયું અંતર વ્યાજબી છે, તેનો નિર્ણય કરી શકાય તેમ છે, યુગપ્રધાન પટ્ટાવલી અને કાળ ગણનાની ગાથાઓના ઐતિહાસિક પ્રસંગો અને શાસ્ત્રોના બીજા વિશિષ્ટ ઉલ્લેખની સંગતિ મહાવીર નિર્વાણથી ૪૧૦ વર્ષે વિક્રમ સંવત પ્રવર્ચે એ પ્રકારની કાળગણનાની પદ્ધતિને અખત્યાર કરવામાં આવે તો બરાબર થઈ શકે છે. તે સિવાયની બીજી ૪૭૦ કે ૪૮૩ ની પદ્ધતિઓ તદ્દન નિરર્થક નીવડે છે. ૪૭૦ ની રીતિએ પાલકનાં ૬૦ વર્ષ અને નંદનાં ૧૫૫ વર્ષ એટલે મહાવીર નિર્વાણુથી ૨૧૫ વર્ષ પછી મૌવંશની શરૂઆત થાય છે; એટલે ૨૧૫ વર્ષ પછી ચંદ્રગુપ્તનું રાજ્યારેહણ થાય છે. જૈન શાસ્ત્રોમાં ચંદ્રગુપ્ત અને ભદ્રબાહુસ્વામિનું સમકાલીનપણું ઠેરઠેર જણાવ્યું છે, તે ૪૭૦ ની રીત મુજબ રાજત્વકાળ સ્વીકારતા ઘટી શકતું નથી કેમકે ભદ્રબાહુ સ્વામિનું નિર્વાણુ યુગપ્રધાન પટ્ટાવલીના આધારે મહાવીર નિર્વાણથી ૧૭૦ વર્ષે આવે છે, જ્યારે રાજત્વકાળની ગાથાઓના આધારે ચંદ્રગુપ્તનો રાજ્યારંભ ૨૧૫ વર્ષ પછી આવે છે તેથી તેને મેળ ૪૭° ની રીત મુજબ કઈ રીતે મળે? ૪૭૦ ની રીતિએ વીર નિર્વાણ પછી ૨૫૯વર્ષ પછી અશોકને રાજ્યારોહણ કાળ અને સંપ્રતિને ૨૯૪ પછી રાજ્યારોહણ કાળ આવે છે. જ્યારે યુગપ્રધાન પટ્ટાવલીના આધારે આય મહાગિરિ વીરનિર્વાણ બાદ ૨૪૫માં બીજા આધારે ૨૬૧માં નિર્વાણ પામે છે. શાસ્ત્રોમાં સંગ્રતિના બોધદાતા તરીકે આર્ય સુહસ્તિનો ઉલ્લેખ ઠેરઠેર આવે છે. આર્યમહાગિરિ અને આર્યસુહસ્તિ વચ્ચે મતભેદ પડે છે તેમાં સંપ્રતિરાજાની ભક્તિ કારણરૂપ છે. એ બધાને મેળ ૪૭૦ વર્ષની માન્યતાથી જરા પણ બેસતું નથી, મહાવીર નિર્વાણ ૪૧૦ વર્ષે વિક્રમ સંવત આરંભાયાનું માનનારની માન્યતા મુજબની કાળગણનાને અપનાવવામાં આવે તો આ કોઈ અસંગતિ રહેતી નથી. આ માન્યતા મુજબ ચંદ્રગુપ્તનો રાજ્યકાળ મહાવીર નિર્વાણથી ૧૫૫–૧૮૪ આવે છે. આ જ વાત કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ. રજુ કરે છે અને જણાવે છે, કે ચંદ્રગુપ્ત મહાવીર નિર્વાણ બાદ ૧૫૫ વર્ષ રાજ્ય ગાદી ઉપર આવ્યો. આ ચંદ્રગુપ્તનું ૧૫૫ વર્ષે રાજગાદી ઉપર આવવાનું કથન ૪૧૦ ની માન્યતાનું સમર્થક છે. અને તેમ થતાં ચંદ્રગુપ્ત અને ભબાહસ્વામિનું સમકાલીનપણું ઘટી શકે છે. કેમકે ભદ્રબાહુ સ્વામિનું નિર્વાણ મહાવીર નિવણ થી ૧૭૦ વર્ષ છે. તે જ રીતે ૪૧૮ વર્ષની માન્યતાનુસાર સંપ્રતિને રાજત્વકાળ ૨૪૪ થી ૨૯૩ છે.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy