SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. ૧૧૭ કરાયેલું છે, તેથી પહેલાં કરાયેલાં પહેલા તથા બીજા શિલાલેખવાળાં બે ફરમાનેને ચોક્કસ સમય નક્કી કરી શકાય તેમ નથી, છતાં તેના ધર્મ પરિવર્તન પછી ઉપાસક તરીકે અઢી વર્ષ રહ્યો હતે અને તે અઢી વર્ષમાં પાછળથી એક વર્ષ સંધમાં જોડાયા હતા તે સમયનાં એ ફમાન હેઈ, તેના રાજયાભિષેકનાં પાંચ વર્ષ વીત્યા બાદ કાઢેલાં હશે, એમ લાગે છે. પહેલા ફરમાનમાં પોતે પોતાના રસોડામાં થતી જીવહિંસાને ઓછી કરી નાંખી સર્વથા તે બંધ કરાવવા તરફ વળી રહ્યો છે એમ જણાવી બળીદાન ને જીવવધ પ્રધાન સમાજોને બંધ કરવા તે ફરમાન કરે છે. આ પછી તે બીજા શિલાલેખવાળા ફરમાનમાં મનુષ્ય અને પથએની ચિકિત્સા વિગેરે આલેખે છે. આઠમા શિલાલેખમાં કહ્યા મુજબ, રાજ્યાભિષેકનું દશમું વર્ષ વીત્યા બાદ તેણે વિહારયાત્રા છોડી દઈ સંધિ કને જવા વિગેરે રૂપ ધમયાત્રા શરૂ કરી ૫તેથી પહેલાંનું અને પહેલા ફરમાન પછીનું એ બીજા શિલાલેખવાળું ફરમાન હોવું જોઈએ. એનું ત્રીજું ને ચોથું ફરમાન રાજ્યાભિષેકના બારમા વર્ષ પછીનું છે. આ ફરમાને દ્વારા હિંસાને અટકાવવાને તથા વ્યાવહારિક અને ધાર્મિક વડીલે પ્રતિ સવિનય વર્તાવવાને કમશ: પ્રયત્ન કરતે તે પાંચમા મુખ્ય શિલાલેખવાળા ફરમાનમાં રાજ્યાભિષેકના તેરમા વર્ષ પછી ધર્મમહામાત્રો નીમવાની વાત કરે છે, બસ, આવી જ રીતે તે પગલે પગલે આગળ વધતા તેરમાં મુખ્ય શિલાલેખમાં કહ્યા પ્રમાણે પિતાના ધર્મવિજયની હદ સુધી પહોંચી ચૌદમામાં પોતાના કાર્યોને ઉપસંહાર કરે છે. કલિંગવિજયની હકીકતવાળું ફરમાન અને તે સલી-સમાપાના નગરમહામાત્રને હુકમ કરવાવાળાં ફરમાને ચૌદ મુખ્ય શિલાલેખોમાં એકદમ છેવટે કેરાયેલાં હોવાથી તે એના રાજ્યાભિષેકથી ૨૭ વર્ષ પછીનાં છે, અર્થાત્, તે રાજયાભિષેકનાં ૨૮ વર્ષ વીત્યા બાદનાં એટલે મ. નિ. ૨૩૯ વષે કલિંગવિજય કર્યા પછીનાં છે. કલિંગના વિજયની હકીકત આમ પાછળથી બનેલી હેવાથી તેને ઇસારે મુખ્ય સ્તંભલેખમાં કે અન્ય શિલાલેખોમાં ન હોય એ સ્વાભાવિક જ છે. એ વાત ખરી છે કે, હિમવત થેરાવલીએ અશેની કલિંગ પરની ચઢાઈની જે (૧૫૬) અશેકે ગિરનાર વિગેરે સ્થળોએ શિલાઓ પર શાસને તરાવ્યા છે તે તેના મુખ્ય શિલાલેખે ઓળખાવાય છે. તેની સંખ્યા ૧૪ની છે. એ શિલાલેખમાં ૪, ૫, ૮ ૧૩ વાળા શાણ નોમાં અનામે ૧૨, ૧૨, ૧૩,૧૦, ૮ વર્ષથી અભિષિક્ત અશક હતો એવી નધિ મળી આવે છે. બાકીના તેનાં ૯ શાસનમાં તેના રાજ્યાભિષેકથી વીતેલા સમયની નધિ નથી. આઠમા શાસનમાં રાજ્યભિષેકથી વીતેલા સમયની નોંધ છે, પરંતુ તે પોતે સંબંધિ કને ગયો. ધર્મયાત્રા શરૂ કરી. વિગેરે પિતાની પ્રવૃત્તિના સમયને જણાવતી નધિ છે, નહિ કે જાહેર ફરમાન કાઢયાની, એ જાહેર ફરમાન તે તેણે પાંચમું ફરમાન કે જે, તે તેર વર્ષથી અભિષિક્ત હતો ત્યારે કાઢયું હતું, તેના પછીના વર્ષોમાં કાઢેલ હોવું જોઈએ. હકીકત બન્યાને, ફરમાન કાઢયાને અને તે ફરમાનોને શિલાલેખ તરીકે કાયમી સ્વરૂપ આપવાનો સમમ એક જ હોય એમ મને લાગતું નથી. કાયમી સ્વરૂપ આપતી વખતે ફરમાનેન સામયિક કમ સચવાયો હશે એમ હું લેખમ જણાવી ગયો છું.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy