SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. ૧૫ બ્રાહ્મણનું વ્યવચ્છેદક નહિ, પણ બ્રહ્મધારક ગમે તે ધમની બ્રાહ્મણ વ્યક્તિનું વ્ય ક છે. બિસારે અને પિતાના રાજયનાં પ્રથમનાં વર્ષોમાં અશકે, જે વેદિકોને જ જમાડયા હેત તે, બ્રાહ્મણને માટે મહાવંશ બ્રહ્મપાક્ષિક એવું વિશેષણ, કે જે વૈદિક, બૌદ્ધ, જૈન, એ સર્વને માટે સાધારણ છે તે વાપરત જ નહિ. જેન તરીકે આલેખવામાં આગ્રહ રાખવાનું જેને કાંઈ કારણ નથી અને જે અશોકનું જૈન મટી બૌદ્ધ બનવાનું ધર્માતર તટસ્થભાવે આલેખી શકે છે એવી હિમવંતર્થરાવલી અને ટામસ સાહેબ વિગેરે બિન્દુસાર જેનધનુયાયી કહે છે તે જ મને તે સત્ય લાગે છે. જૈનસાહિત્યમાં બિન્દુસારના નામે બહુ અલ્પ જ હકીકત નોંધાયેલી છે. તે કેવો ને કેટલો પરાક્રમી હતો. તેણે યુદ્ધ કરી સામ્રાજ્યમાં વધારો કર્યો હતો કે કેમ, વિગેરે બાબતેને જવાબ આપણને ત્યાંથી ભાગ્યે જ મળે છે. બૌદ્ધલેખક તારાનાથ પશ્ચિમી સમુદ્ર અને પૂર્વીય સમુદ્ર વચ્ચેના દ્વિીપકલ્પના અમુક હદ સુધીના ભાગના વિજેતા તરીકે તેને લખે છે. પણ મી. સ્મીથ એ છતને સંભવ ચંદ્રગુપ્ત અને બિન્દુસાર અને માં ચ માની સ્પષ્ટ નિર્ણય પર આવતા નથી. છતાય એ પ્રદેશ અશોકને વારસામાં જ મળ્યો હતો એમ તેઓ માની એ છતને અશોકના પૂર્વગામીઓની હેવાનું તે તેમણે જણાવ્યું જ છે. બિન્દુસારના રાજત્વકાલનાં શરૂઆતનાં વર્ષોમાં ચાણકય હયાત હતો. અમુક વર્ષો પછી એણે પિતાના માથેથી કામગીરીને ભાર ઓછો કરવાની ખાતર પોતે જ સુબધુ નામની એક વ્યક્તિને મન્ત્રીપદે નીમે હતે. ચાણકયના દક્ષિણયથી પિતાને આ પદ મળ્યું છે એ ઉપકારને ભૂલી જઈ દબુદ્ધિ સુબધુએ સર્વથા વતન્ય રીતે મંત્રી બનવાની ખાતર ચાણાકયનું વર્ચસ્વ તેડવાનો નિશ્ચય કર્યો. ચાણાપે ગર્ભમાં રહેલા બિન્દુસારને બચાવવા તેની મૃત માતાનું પેટ ચીરી બહાર કાઢયો હતે, એ હકીકતનો ભેદનીતિ તરીકે ઉપયોગ કરી આ સુબએ બિન્દુસારને એવી રીતે વ્યુઇગ્રાહિત કર્યો કે, ચાણક્ય તેની-બિન્દુસારની માતાને ઘાતક છે. આ પછી બિન્દુસારની ચાણાય પર અરૂચિ થઈ. સુબધુના કૃત્યને ચાણક્ય સમજી ગયો. તેની વૃદ્ધાવસ્થાએ અને ધાર્મિકવૃત્તિએ તેને હવે રાજકાર્યમાં વધારે ગ્રંથાઈ રહેવાની ના પાડી. તે તરત જ કાયથી નિવૃત્ત થઈ આત્માર્થ સાધવા ઉઘુક્ત થયો આ પછી બહુ અલ્પ સમયમાં જ સુબધુની ભેદનીતિ બિન્દુસારની ધાવમાતાના મુખથી ખુલ્લી થઈ જતાં બિન્દુસારને પશ્ચાત્તાપ થયો અને તેણે ચાણકયને છોડેલી મન્કીધુરા ફરીથી વહન કરવા વિનંતિ કરી, પરંતુ ચાણક્ય એ વહન કરવા પાછો ન કર્યો અને અલ્પ સમયમાં આ જગતને છેડી-સમાધિપૂર્વક-મૃત્યુને પામી સ્વર્ગે સીધા. કહે છે કે, અનશન પૂર્વક મરવાને માટે–વીરમૃત્યુથી આત્માર્થ સાધવાને માટે તૈયાર થયેલા એ મહાનુભાવને જીવતાં જ બાળી નાખવા, સુબધુએ બિન્દુસારની આગળ ચાણકયના સંબંધમાં થયેલી પોતાની ગેરસમજ કબુલી ચાણકયની પૂજા કરવાનો પ્રસંગ મેળવ્યું હતું અને સેવા કરવાના બહાના નીચે ત્યાં રહેલાં છાણાંઓમાં અગ્નિને પ્રક્ષેપ કર્યો હતો. કૃતની સુબધુને પણ
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy