SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. ૧૦૩ સંભવ છે કે, તેણે પિતાના પુત્ર બિન્દુસારને નીમે હોય. ચંદ્રગુપ્તથી લઈ મૌર્યરાજસત્તા નાશ પામી ત્યાં સુધી ઉજયિનીનું આધિપત્ય, પુષ્યમિત્રોનાં ૩૦ વર્ષ અને શકનાં ૪ વર્ષ એમ ૩૪ વર્ષ છોડી દઈ બાકીના સમયમાં, મૌના હાથમાં જ રહ્યું હતું, એ ફરીથી જણાવવાની ભાગ્યે જ જરૂરીયાત છે. બિન્દુસાર. ૨૫ વર્ષ, મ. નિ. ૧૮૪–૨૦૯ (વિ. સં. પૂ. રર૬-ર૦૧, ઈ. સ. પૂ. ૨૮૨–૨૫૮) ચંદ્રગુપ્ત પછી તેનો યુવરાજ પુત્ર બિન્દુસાર મગષસામ્રાજ્યનો સમ્રાટ બન્યો. “ચંદ્રગુપ્તને કોઈના વિષ પ્રયોગથી વિકાર કે મૃત્યુ ન થાય તે માટે ચાણકયે તેને પ્રતિદિન વધતા ક્રમે વિષમિશ્રિત અન્નાહાર કરાવવા માંડયો હતો. તેની રાણી દુર્ધર એ અતિશય રાગથી પ્રેરિત થઈ ચંદ્રગુપ્તની સાથે બેસી વિષાત્રને જમી રહી હતી. આ જોતાં જ ગર્ભવતી તે રાણીના ગર્ભને હાનિ થવાની શંકાએ તે મન્દીશ્વર ત્યાં દેડી જઈ “ આ શું કર્યું?” એમ બોલી ઊઠયો. રાણી તે વિષાનના ખાવા માત્રથી મરણ પામી. પરંતુ ચાણકયે તરત જ તેના પેટને ચીરી ગજેને બચાવી લીધું. આ બચાવેલા બાળકને માથે વિષનું બિન્દુ સંક્રપ્યું હતું તેથી ચાણકયે તેનું નામ “બિન્દુસાર” રાખ્યું. ૧૩૬ શ્રી હેમચંદ્રસૂરિજીના આવા પ્રકારના કથન પરથી જાણવા મળે છે કે આ રાજાનું નામ બિન્દુસાર હતું. બૌદ્ધગ્રંથો પણ તેને તે નામથી સંબંધે છે પરંતુ પુરાણે તેને “ભદ્રસાર, નન્દસાર, “વારિસાર” નામથી પણ લખી રહ્યાં છે. લાગે છે કે, પૌરાણિક આ રાજાથી બહુ પરિચિત નથી. આ રાજાનું નામ “અમિત્રકેતુ” પણ જણાવવામાં આવે છે. હિમવંત થેરાવલી બિન્દુસાર રાજત્વાકાલ ૨૫ વર્ષ લખે છે. પુરાણે પણ તેટલાં જ વર્ષ કહે છે. પરંતુ બૌદ્ધગ્રંથોમાં તેનાં ૨૮ વર્ષ લખવામાં આવે છે. ચન્દ્રગુપ્તને ૩૦ વર્ષ (આ લેખ પ્રમાણે જે ૨૯ વર્ષ છે. રાજકાલ લખનાર થેરાવલી ચંદ્રગુપ્તનાં ૨૪ વર્ષ લખનાર પુરાણે છે અને બોદ્ધગ્રંથોની સાલવારીથી જુદી જ પડે એ સ્વાભાવિક છે. અને તેથી હિમવંત થેરાવલી પ્રમાણે બિન્દુસાર રાજ્યારંભ મ. નિ. ૧૮૪ વર્ષે શરૂ થાય છે ત્યારે પુરાણે અને બૌદ્ધગ્રંથો પ્રમાણે મ. નિ. ૧૭૯ વર્ષે શરૂ થાય છે. શ્રાવલી અને પુરાણે બિન્દુસારને રાજવકાલ ૨૫ વર્ષ, એટલે સરખે જ, માને છે. તેપણુ રાજયારંભની સાલમાં મતભેદ હેવાથી બિન્દુસારના રાજ્યાંતમાં પણ મતભેદ પડે છે. વળી પુરાણે અને બૌદ્ધગ્રંથો રાજ્યારંભની સાલ એક જ માને છે, છતાં બિસારના રાજત્વકાલ વિશે. ૨૫ વર્ષ અને ૨૮ વર્ષ એમ તેમનામાં મતભેદ હોવાથી રાજ્યાંતની સાલમાં તેઓ જુદાં પડી જાય છે. આ ધોરણે બિન્દુસારની સાલવારી પુરાણાનુસાર મ. નિ. ૧૭૯-૨૦૪ (વિ. સં. ૫. ૨૩૧-૨૦૬, (૧૬) જુઓ પરિશિષ્ટ પર્વ. સર્ગ. ૮ લે. ૪૩થી ૪૪૩.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy