SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના નિર્વાણ બાદ વિક્રમ સંવતે કયારે થયો, તેમાં ત્રણ મતભેદ છે. ૧ મહાવીર નિર્વાણથી ૪૭૦ વર્ષ બાદ વિક્રમ સંવત થયો તેમ માને છે. ૨ મહાવીર નિર્વાણથી ૪૮૩ વર્ષે વિકમ સંવત થયો તેમ માને છે. ૩ મહાવીર નિર્વાણ બાદ ૪૧૦ વર્ષે વિક્રમ સંવત થયો તેમ માને છે. મહાવીર નિર્વાણુથી ૪૭૦ વર્ષે વિક્રમ સંવત થાય તે માન્યતા ખુબ ઢ છે. અને આજે આપણે તે માન્યતાને અનુસરી વિ. સં. ૨૦૧૦ અને વીર નિર્વાણ ૨૪૮૦ માનીએ છીએ. ભગવાન મહાવીરના નિર્વાણ બાદ ૪૭૦ વર્ષે વિક્રમ સંવત થયે તેને સુચવનારી કાળ ગણનાની ગાથાઓ આ પ્રમાણે છે. जरयणि कालगओ अरिहा तित्थंकरोमहावीरोत रयणिमवंतीवइ अहिसित्तोपालगो राया.॥१॥ सट्टी पालग रन्नो, पणवन्नसयं तु होइ नंदाणं अट्ठसय मुरियाणं तीसच्चिय पुसमिनाणं ॥२॥ बलमित्तभाणुमित्ता सट्ठी वरिसाणि चत्त नहबहणे तह गद्दभिल्लरज्जतेरसवासे सगस्सचउ ॥३॥ અરિહંત મહાવીર તીર્થકર જે રાત્રિએ નિર્વાણ પામ્યા તે રાત્રિએ અન્તિપતિ પાલક રાજાને અભિષેક થયો. પાલક રાજાનું ૬૦ વર્ષ, નાનું ૧૫૫ વર્ષ, મૌનું ૧૦૦ વર્ષ પુષ્ય મિત્રનું ૩૦ વર્ષ, ખલમિત્ર ભાનુમિત્રનું ૬૦ વર્ષ, નવાહનનું ૪૦ વર્ષ, ગર્દભિલનું ૧૩ વર્ષ અને શકનું ૪ વર્ષ, આમ મહાવીર નિવણ બાદ ૪૭૦ વર્ષે વિક્રમ સંવત થયો. પૂ. પંન્યાસશ્રી કલ્યાણવિજયજી વીર નિર્વાણ સંવત યાને જેન કાલગણનામાં ૪૭૦ વર્ષની ગણત્રી નીચે પ્રમાણે મુકે છે. આ મુક્તાં પહેલાં તેઓ જણાવે છે કે – આ આપવામાં આવેલી રાજવકાલની ગણના કેવળ માલવના અવંતિના આધિપત્યને લઈને નથી પણ જુદા જુદા રાજાઓના અકડાને ભેગી કરવાથી થઈ છે. પાલકનાં ૬૦ વર્ષ, નંદનાં ૧૫૦, મૌર્યનાં ૧૬૦, પુષ્યમિત્રનાં ૩૫ વર્ષ, બલમિત્ર ભાનુમિત્રનાં ૬, અને નભસેનનાં ૫ વર્ષ, એમ કુલ મહાવીરનિર્વાણ પછી ૨૭૦ વર્ષે વિક્રમ સંવત થયો. વિક્રમ સંવત પછી ૩૫ વર્ષ નભસેન અને તે પછી ૧૦૦ વર્ષ ગદંભિલ્લ એમ ૬૦૫ વર્ષ શક સંવત. ૪૭૦ વર્ષનું અંતર બન્નેમાં સરખું બતાવવામાં આવે છે. પણ વર્ષની કાળગણત્રીમાં ફેર બતાવવામાં આવ્યું છે. પૂ. પંન્યાસ શ્રી કલ્યાણવિજયજીનું માનવું છે કે, નદેનાં ૧૫૫, મૌનાં ૧૦૮ અને પુષ્યમિત્રનાં ૩૦ વર્ષ લખાયેલાં જે કાળ ગણુનાની ગાથામાં મળે છે તે જૂની અશુદ્ધિના પરિણામે છે પણ ખરી રીતે. “TUપણ તું જે નૈવાળ , તે બદલે પુn vvસ તું જોવા જોઈએ. મુશાળ ગઠ્ઠા ને બદલે જિળ ક્રિસ જોઈએ. આ બે ભૂલેને કાયમ રાખવાથી જ પછીના રાજાઓના રાજકાળને ખુબ ગોટાળો થાય છે, તે ટળી જશે તેમ તેમનું માનવું છે. મહાવીરના નિર્વાણ પછી ૬૦ વર્ષ પાલવંશ પછી ૧૫૦ વર્ષ નંદવંશ અને તે પછી ૧૬૦ વર્ષ મૌર્યવંશ અહિં સુધી મહાવીર નિર્વાણને ૩૭૦ વર્ષ થયાં, ત્યારબાદ છેલ્લા મૌર્ય બ્રહદ્રથને મારી
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy