________________
८९८
श्री मल्लिनाथ चरित्र वरं वृणु महाभाग !, तुष्टाऽहं नियमश्रुतेः । अमोधं दर्शनं दैवं, धुविद्युदिव वृष्टिकृत् ॥५१३॥ सोऽप्याऽऽख्यत् प्रियया साकं, यथा भोगो भवेद् मम । तथा कुरु पयोदेवि !, परोपकृतिलालसे ! ॥५१४।। समुत्पाट्य करेणाऽथ, तत्पत्नीभवनाङ्गणे । देव्याऽसौ मुमुचे वेगाद्, लाजाञ्जलिरिवाऽपरः ॥५१५॥ भग्नो दृष्टः कुमारेण, वाजी दारुविनिर्मितः । प्रिया च रुदती शोकशङ्कमूढविचेतना ॥ ५१६॥ देव्यूचे वत्स ! तेऽभीष्टं, साम्प्रतं करवाणि किम् ? । सोऽप्याऽऽख्यद् वाजिनं सज्जं, कुरु पूज्ये ! यशस्विनि ! ॥५१७॥
તારો દઢ નિયમ સાંભળવાથી તારા પર સંતુષ્ટ થઈ છું માટે વર માંગ. વૃષ્ટિકરનાર દિવસની વિજળીની જેમ દેવદર્શન અમોઘ હોય છે.” (૫૧૩)
રાજકુમાર બોલ્યો કે, પરોપકારમાં તત્પર હે જળદેવી ! મારી પ્રિયાની સાથે મારો યોગ થાય તેમ કર. (૫૧૪)
એટલે તરત જ તેને હાથમાં ઉપાડીને લાજની (ધાણીની) અંજલિ હોય તેમ દેવીએ ભવનમંજરીના મહેલના આંગણમાં મૂકી દીધો. (૫૧૫).
ત્યાં કાષ્ઠનો ભગ્ન થયેલો અશ્વ અને શોકરૂપ ખીલાથી મોહિત થયેલ ચેતનાવાળી તથા રૂદન કરતી પોતાની પ્રિયા તે કુમારના જોવામાં આવી. (૫૧૬).
પછી જળદેવી બોલી કે, “હે વત્સ ! હવે મારું શું અભીષ્ટ કરું?” તે બોલ્યો કે, “હે પૂજય! આ અશ્વને સજ્જ કરી આપો.”