________________
સતH: :
६२१ देवतायाः प्रभावेण, प्रहारास्ते समन्ततः । स्रग्माल्यरूपिणो जाता, भ्रमद्धृङ्गमनोरमाः ॥३५०॥ ततो रक्षानिबद्धोऽसौ, कण्ठपीठे तलाधिपैः । हाररूपोऽभवत्सोऽपि, चलत्तरलनायकः ॥३५१।। उपरिष्टात् ततः पुर्या, विचक्रे देवता शिलाम् । पुरीपिधानवत् कालचक्रवद्यमवक्त्रवत् ॥३५२॥ तामालोक्य भयोद्धान्तः, सपौरोऽजनि भूपतिः । सर्वासामेव भीतीनां, मरणं हि महाभयम् ॥३५३॥ सागसं पृथिवीपालं, सपौरं सपरिच्छदम् । एषा हन्मि शिलापातादिति शृण्वन्तु मे वचः ॥३५४॥ ભ્રમરોની મનોહર પુષ્પમાળાઓ થઈ ગયા. (૩૫)
આથી સીપાઈઓએ ગળે ફાંસો દેવા તેના ગળે દોરડી બાંધી. એટલે તે પણ જેમાં મુખ્યમોતી ચલાયમાન છે એવી મુક્તામાળા બની ગઈ. (૩૫૧)
ત્યારપછી દેવીએ અત્યંત ક્રોધથી આખી નગરીને ઢાંકનારી, કાળચક્ર જેવી યમના મુખ સમાન વિશાલ એકશીલા નગરી ઉપર વિદુર્વી. (૩૫૨)
તે જોઈ નગરલોકો સહિત રાજા ભયભ્રાંત થઈ ગયો. કેમકે સર્વભયો કરતાં મરણ એ મહાભય છે. (૩૫૩)
પછી તે દેવી બોલી કે, મારું વચન સાંભલો “હું પરિવાર તથા નગરલોકો સહિત આ રાજાને આ શિલાપાતથી મારી નાંખીશ. (૩૫૪).
સર્વથા નિર્દોષ શેઠના વધથી હું કોપાયમાન થઈ ગઈ છું.