________________
२७
સનમ: : तदहो ! शोभने स्थाने, शुचिभूतेन भावतः । ध्यातव्योऽयं महामन्त्रः, कल्पद्रुरिव जङ्गमः ॥२३२॥ मातर्मा कल्यसंपूर्णममुं शिक्षय सुन्दरम् । तयाऽथ पाठितः पञ्चपरमेष्ठिस्तवोऽखिलः ॥२३३॥ इतश्च ग्रीष्मवेतालसमुच्चाटनयन्त्रवत् । व्यानशे व्योम मेघानां, पटलं गवलद्युति ॥२३४॥ श्रूयन्ते केकिनां केकाः, कामं कर्णमुदां पदम् । पान्थानां गमनच्छेदकामाज्ञा इव सर्वगाः ॥२३५।। धाराबाणैरब्दयोधा, यदविध्यन् धनुर्भृतः ।
तदश्रुमिषतः पान्थनेत्रयोर्लक्ष्यते जलम् ॥२३६।। મહામંત્રનું ભાવથી તારે સ્મરણ કરવું. (જ્યાં ત્યાં જેવા તેવા શરીરે ન બોલવો)” (૨૩૨)
આ પ્રમાણે સાંભળી તે બોલ્યો કે, “હે માત ! કાલે આ મનોહરમંત્ર મને સંપૂર્ણ (આખો) શીખવજો.” પછી બીજે દિવસે તે પરમશ્રાવિકાએ તેને આખો નવકારમંત્ર શીખવ્યો. (૨૩૩)
હવે એકવાર ગ્રીષ્મઋતુરૂપ વેતાલનો ઉચ્છેદ કરનાર મંત્રની જેમ વનમહિષ જેવા શ્યામ મેઘમંડળથી આકાશ છવાઈ ગયું. (૨૩૪)
જાણે મુસાફરોના ગમનને રોકનાર કામદેવની આજ્ઞા સર્વત્ર ફરતી હોઈ તેમ કર્ણને અત્યંત હર્ષદનારી મયૂરના કેકારવા સંભળાવા લાગ્યા. (૨૩૫)
તોપરૂપ યોદ્ધાએ ધારારૂપબાણોથી ભૂમિરૂપ ધનુધરીને વીંધ્યા તેથી વહન થયેલું જળ અશ્રુના મિષથી મુસાફરોનાં નેત્રોમાં