SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ६८ श्री मल्लिनाथ चरित्र અથાવાવીરૃપ: સાધો !, તત્વત્ત: લક્ષય: ? । नहि पीयूषपानेन, मृत्युं कस्यापि जायते ॥ ३९५ ॥ जघान पाष्णिना भूपं, मुनी राजा ननाम तम् । कोपिनां क्षमिणामाद्यं, संजातौ तौ निदर्शनम् ॥३१६॥ चेऽङ्गारमुखः कोपाद्विप्लावयसि किं मुनिम् ? । नायं हास्यपदे मूढ !, पत्नीभ्रातेव ते गुरु: ॥३१७॥ इत्याकर्ण्य वचः कर्णद्वयतप्तत्रपुप्रभम् । वसुभूतिरुवाचेदं, मा वादीरिति राजनि ॥ ३१८॥ राजंस्त्वमेकमेवैनं, वाचालं वारयाऽन्यथा । एतस्य प्रकटं शिक्षां, कर्त्तास्मीत्यवदन्मुनिः || ३१९॥ તમારાથી કુળક્ષય શી રીતે થશે ? કારણ કે સુધાપાનથી કોઈને પણ મરણ પ્રાપ્ત થતું નથી.” (૩૧૫) એટલે ઋષિએ પગની પાનીથી રાજાને પ્રહાર કર્યો અને રાજાએ તેમને નમન કર્યું. આ વખતે ક્રોધી અને ક્ષમાશીલ જીવોમાં તે બંને મુખ્ય દષ્ટાંતરૂપ થયા. (૩૧૬) પછી અંગારમુખ બોલ્યો કે :- “ક્રોધથી ઋષિને શા માટે પ્રજ્વલિત કરે છે ? હે મૂઢ ! આ કાંઈ હાસ્ય કરવાના સ્થાનરૂપ તારી પત્નીના ભાઈ (સાળા) નથી, પણ તારા ગુરુ છે.” (૩૧૭) આ પ્રમાણે બંન્ને કાનને તપાવેલા સીસા સમાન વચન સાંભળીને વસુભૂતિ બોલ્યો કે :- “અમારા ઉત્તમ રાજાને માટે તમે આ પ્રમાણેનાં હલકા વચનો ન બોલો” (૩૧૮) એટલે ઋષિએ કહ્યું કે :- “હે રાજન્ ! આ તારા વાચાળ મંત્રીને બોલતો વા૨, નહીંતર હું તેને પ્રગટ રીતે શિક્ષા કરીશ” (૩૧૯)
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy