________________
४०३
પંરમ: સઃ
अथोवाच जगन्नाथः, पाथःपूर्णघनस्वनः । अहं संसारकान्तारं, विमुच्याऽनिष्टगेहवत् ॥२१६।। मुक्तिसंवननं कर्मनि शनकृतोद्यमम् । सत्तपस्यां ग्रहीष्यामि, भविष्यामि च निर्ममः ॥२१७॥ युग्मम् स्वामिन्नमी वयं तावद्, युष्मन्मार्गप्रवर्तनम् । करिष्यामो गुरोर्मार्गे, प्रवृत्तानां शुभं नृणाम् ॥२१८॥ इत्युदीर्य पुनर्नाथं, नमस्कृत्य शुभाशयाः ।
षडपि क्ष्माभुजोऽगच्छन् स्वां, पुरीं स्वबलैः सह ॥२१९॥ અમને કરવા યોગ્ય આદેશ કરો. કારણ કે આપ હવે અમારા ગુરુ છો. (૨૧૫)
પછી ભગવંત પાણીથી ભરેલા મેઘસમાન ગંભીર વાણીથી બોલ્યા કે, “હું અનિષ્ટઘરની જેમ આ સંસારરૂપવનનો ત્યાગ કરીને (૨૧૬).
મક્સિરમણીના વશીકરણરૂપ અને કર્મનો નાશ કરવા સમર્થ એવી દીક્ષા ધારણ કરી નિર્મમ થવા ઇચ્છું છું. (૨૧૭)
આ પ્રમાણે સાંભળીને તે રાજાઓ બોલ્યા કે, હે સ્વામિન્ ! તો અમે પણ આપના માર્ગે પ્રવર્તશુ. કારણ કે “ગુરુના માર્ગે ચાલતાં મનુષ્યોનું કલ્યાણ થાય છે.” (૨૧૮)
આ પ્રમાણે કહી પ્રભુને ફરી નમસ્કાર કરી શુભાશયવાળા તે છએ રાજાઓ પોતપાતોના લશ્કર સાથે પોતપોતાના નગરે ગયા. (૨૧૯) લોકાંતિકદેવનુ આગમન. જણાવે દીક્ષા અવસર.
પ્રભુનું સંવત્સરી દાન.