________________
३५२
श्री मल्लिनाथ चरित्र अङ्गुष्ठस्थां पपौ स्वामी, शक्रसंक्रमितां सुधाम् । उदयेऽपि क्षुधः स्तन्यं, न पिबन्ति जिनेश्वराः ॥१९०॥ रेजे देहः शुचिर्भर्तुरप्रक्षालितनिर्मलः । निरामयः सुगन्धिश्च, पूर्णकर्पूरपात्रवत् ॥१९१॥ पद्मकिञ्जल्कसुरभिर्बभौ श्वासो जगत्पतेः । गोक्षीरधारागौरे च, रेजाते रुधिरामिषे ॥१९२॥ विभोराहारनीहारौ, चर्मचक्षुरगोचरौ । चत्वारोऽतिशया एते, सहजोत्था गुणा इव ॥१९३।। मज्जनस्तन्यनेपथ्यक्रीडालालनकर्मसु ।
कर्मठाः पञ्च धात्र्योऽथ, शक्रेण विनियोजिताः ॥१९४॥ હતા. કારણ કે સુધાનો ઉદય થતાં શ્રીજિનેશ્વરો સ્તનપાન કરતા નથી. (૧૯૦)
પ્રક્ષાલન વિના પણ નિર્મળ, નિરામય અને પૂર્ણ કપૂરના પાત્ર જેવો સુગંધી ભગવંતનો દેહ શોભતો હતો. (૧૯૧)
• પ્રભુનો શ્વાસ કમલની રજ (પરાગ) જેવો સુગંધી હતો. અને ગોક્ષીર(ગાયના દૂધ જેવી)ધારા સમાન જેતપુધિર તથા માંસ શરીરમાં રહેલા હતા. (૧૯૨).
પ્રભુના આહાર અને નિહાર ચર્મચક્ષુને અગોચર હતા. સહજ નિષ્પન્ન ગુણોની જેમ આ ચાર અતિશય પ્રભુને જન્મથી જ હતા. (૧૯૩)
વળી સ્નાન-વિલેપન, વસ્ત્રો, ક્રીડા તથા લાલનપાલન કર્મમાં કુશળ પાંચધાત્રીઓને પ્રભુના પાલન માટે ઇંદ્ર નિયુક્ત કરી હતી. (૧૯૪)
તેમનાથી લાલનપાલન કરાતાં પ્રભુ વૃદ્ધિ પામવા લાગ્યા.