________________
३४८
श्री मल्लिनाथ चरित्र लोकनाथाय लोकानां, कृतोत्तमहिताय च । लोकानां तु प्रदीपाय, लोकप्रद्योतकारिणे ॥१७१।। नमोऽस्त्वभयदात्रे च, चक्षुर्दात्रे च सर्वदा । मार्गदाय शरण्याय, बोधिदात्रे नमो नमः ॥१७२॥ धर्मदात्रे धर्मदेष्ट्र, धर्माधिपतये नमः । धर्मसारथये धर्मचतुरन्तैकचक्रिणे ॥१७३।। नमः सदाऽप्रतिहतज्ञानदर्शनधारिणे । विगतच्छद्मने नित्यं, जिनाय जापकाय च ॥१७४।। तीर्णाय तारकायोच्चैर्बुद्धाय बोधकाय च । मुक्ताय मोचकाय सर्वज्ञाय सर्वदर्शिने ॥१७५॥
લોકના નાથ, લોકનું ઉત્તમ હિત કરનાર, લોકના દીપક સમાન, લોકને પ્રકાશિત કરનાર એવા આપને નમસ્કાર થાઓ. (૧૭૧).
અભય, ચક્ષુ, માર્ગ, શરણ અને સમ્યક્તને આપનાર એવા હે નાથ તમને નમસ્કાર થાઓ. (૧૭૨).
ધર્મદાતા, ધર્મોપદેશક, ધર્મના અધિપતિ ધર્મરથના સારથિ અને ચર્તુગતિરૂપ સંસારનો અંત કરનાર ધર્મચક્રવર્તી એવા આપને નમસ્કાર થાઓ. (૧૭૩)
સદા અપ્રતિહત જ્ઞાન-દર્શનના ધારક, તથા છદ્મસ્થતાથી રહિત, જિન-જાપક એવા આપને નમસ્કાર થાઓ. (૧૭૪)
તરણ અને તારણ, બુદ્ધ અને બોધક, તેમજ મુક્ત અને અન્યને મુક્ત કરનાર સર્વજ્ઞ, સર્વદર્શી એવા આપને નમસ્કાર થાઓ. (૧૭૫)