________________
३०६
श्री मल्लिनाथ चरित्र अर्हतां प्रतिमाऽऽर्चाभिरर्हतां स्तवनादिभिः । एकमजितवान् स्थानमवर्णादिनिवारणैः ॥२१४।। सिद्धिस्थानेषु सिद्धानामुत्सवैः प्रतिजागरैः । एकत्रिंशत्सिद्धगुणकीर्तनैश्च द्वितीयकम् ॥२१५॥ प्रवचनोन्नतेः सम्यग्, ग्लानबालादिसाधुषु । अनुग्रहमनोज्ञायाः, स्थानमेतत् तृतीयकम् ॥२१६।। गुरूणामञ्जलेबन्धाद्वस्त्राहारादिदानतः ।
असमाधिनिषेधेन, स्थानमेतत् तुरीयकम् ॥२१७।। તપથી શુભ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. (૨૧૩)
કરે વિશ સ્થાનકતપની આરાધના.
કરે તીર્થકર નામકર્મ ઉપાર્જના. શ્રીજિનેશ્વરોની પ્રતિમાની અર્ચા, તેમની સ્તવના તથા અવર્ણવાદ નિવારવાથી તેમણે પ્રથમ સ્થાનનું આરાધન કર્યું. (૨૧૪)
સિદ્ધિસ્થાનમાં રહેલા સિદ્ધોના ઉત્સવ, પ્રતિજાગરણ અને સિદ્ધના એકત્રીશગુણોની સ્તવનાથી બીજા સ્થાનકની ઉપાસના કરી. (૨૧૫)
ગ્લાન-બાળ વિગેરે સાધુઓ ઉપર અનુગ્રહ કરવા વડે મનોજ્ઞ એવી પ્રવચનની સમ્યગું ઉન્નતિ કરવાથી ત્રીજું સ્થાનક આરાધ્યું. (૨૧૬)
ગુરુમહારાજ સન્મુખ અંજલિ જોડવાથી, તેમને વસ્ત્ર, આહારાદિક આપવાથી અને તેમની અસમાધિ દૂર કરવાથી ચોથું સ્થાનક સેવ્યું. (૨૧૭)