________________
२८९
તૃતીયઃ સઃ प्रभञ्जन इवोद्दामो, नस्खलत्पौरुषोत्तरः । ददौ योजनमानेन, प्रयाणं कर्मभूपतिः ॥१२५।। इत्थं प्रयाणकं कुर्वन्, सर्वगः कर्मभूपतिः । ग्रन्थिभेदाभिधे द्वीपे, कृतवासो व्यराजत ॥१२६।। मिश्रनामा महादूतः, प्रेरितः कर्मभूभुजा । सम्यक्त्वमन्त्रिणो गेहमभ्यगाच्चित्तवद् द्रुतम् ॥१२७॥ स्वामिन् ! कर्ममहीपालो, मन्मुखेन तवाग्रतः । ईदृशं कथयामासाऽवधार्यं तन्मयोदितम् ॥१२८।। भव्यसान्वितो भव्यकुमारो यत्त्वया धृतः । तत् प्रसुप्तो मृगाधीशो, हतो हन्त ! चपेटया ॥१२९॥
પવનની જેમ ઉદ્દામ અને અસ્મલિત પુરુષાર્થી એવા કર્મરાજા એક એક યોજન પ્રમાણે પ્રયાણ કરવા લાગ્યો. (૧૫)
આ રીતે પ્રયાણ કરતાં સર્વવ્યાપક કર્મરાજા ગ્રંથિભેદ નામનાં દ્વિીપમાં જઈ આવાસ કરીને રહ્યા. (૧૬)
પછી કર્મરાજાની પ્રેરણાથી મિશ્ર નામે મહાદૂત ચિત્તની જેમ ઉતાવળો સમ્યક્ત મંત્રીના ઘરે આવ્યો. (૧૨૭)
અને બોલ્યો કે, “હે સ્વામિન્ ! કર્મરાજાએ મારા મુખથી તમને આ સંદેશો પાઠવ્યો છે. તે તમે સાંભળો.” (૧૨૮).
અનેક ભવ્યોના સમૂહ સહિત તમારી પાસે આવેલા ભવ્યકુમારને જે તમે આશરો આપ્યો છે. તે સૂતેલા સિંહને લપડાક માર્યા જેવું તમે કર્યું છે, અર્થાત્ સૂતેલા સિંહને જગાડવાનું કામ કર્યું છે. (૧૨૯)
છતાં હે રાજન ! આટલેથી કાંઈ બગડી ગયું નથી, માટે