________________
२८५
તૃતીય: સઃ प्रातस्तेषां गृहाण्येष, शून्यान्यालोक्य सर्वतः । लोको विज्ञपयामास, राजानं कोपनाऽऽशयम् ॥१०५।। तन्निशम्य वचो राजा, कोपवह्निप्रभञ्जनम् । आजूहवद् महामात्यं, मिथ्यात्वं बहुसंमतम् ॥१०६।। अथावादीद् महाभाग !, सनीरजलदस्वरः । ममाग्रे मिश्रदूतेन, जगदे जगदेकधीः ॥१०७|| भव्यो भव्यसमूहेन, साकं स्वामिन् ! निशीथतः । उच्चल्य सर्वविरतौ, नगरे गतवान् खलु ॥१०८॥ स च चारित्रभूपेन, कृतसन्मानपूर्वकम् ।
समीपे स्थापितः पुत्रवद् दृष्टश्च दिवानिशम् ॥१०९।। (ભવ્ય) ચાલતો થયો. (૧૦)
સવારે તેઓ બધાના ઘર શુન્ય જોઈને લોકોએ ક્રોધાયમાન એવા રાજાને નિવેદન કર્યું. (૧૦૫)
ક્રોધાગ્નિને પવનરૂપ તે વચન સાંભળીને રાજાએ બહુજનમાન્ય એવા મિથ્યાત્વ નામના મહાઅમાત્યને બોલાવ્યો (૧૦૬)
અને સજલમેઘના જેવા સ્વરથી કહ્યું કે, “હે મહાભાગ ! જગતમાં વ્યાપક એવા મિશ્રદૂતે મને કહ્યું કે, (૧૦૭)
હે સ્વામિન્ ! ભવ્ય-લોકોના સમૂહ સાથે ભવ્યકુમાર અર્ધરાત્રિએ સર્વવસ્તુ ઉપાડીને સર્વવિરતિ નગરમાં ચાલ્યો ગયો છે.” (૧૦૮).
તેને ચારિત્રરાજાએ સન્માનપૂર્વક પોતાની પાસે રાખ્યો છે અને નિરંતર તેને પુત્રની જેમ જુએ છે. (૧૦૯)
વળી ચારિત્રરાજાના ધર્મપુત્રની સાથે નીલીરક્ત (=ગળીથી