________________
२७६
श्री मल्लिनाथ चरित्र भोजनान्ते नृपस्यान्ते, संस्थायोन्मार्गदेशिनः । अमुमामन्त्रयामासुः, करग्रहणपर्वणि ॥५९।। वस्त्राद्यैस्तान् स संपूज्य, जन्ययात्राकृतोद्यमः । स्वावासान् दापयामास, निधत्तस्तम्भवेश्मनि ॥६०।। अभिगृहीतप्रभृतिभ्रातरः पञ्च दुर्जयाः । तत्राऽऽगच्छन् सशृङ्गारा, भ्रातृव्यकरमङ्गले ॥६१॥ द्वादशारकनामानः, कालसङ्गतिसोदराः । उपाजग्मुर्गृहीत्वोच्चैर्मातृशालाविधिक्षणम् ॥६२।।
(મૃગનયની સ્ત્રીઓ) તેમને પીરસવા લાગી. (૫૮)
ભોજન પછી ઉન્માર્ગદશકોએ રાજા પાસે આવીને લગ્નના દિવસે ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું. (૫૯)
પછી લગ્નયાત્રા માટે ઉદ્યમકરનારા રાજાએ વસ્ત્રાદિકથી તેમનો સત્કાર કરીને નિધત્તરૂપ સ્તંભવાળા ઘરમાં તેમને આવાસ અપાવ્યો. (૬૦)
અભિગૃહીત વિગેરે (અભિગૃહીત, અનભિગૃહીત, આભિનિવેશિક, સાંશયિક અને અનાભોગિક-પાંચ પ્રકારના મિથ્યાત્વ) પાંચ દુર્જયભાઈઓ શૃંગાર ધારણ કરીને ત્યાં ભ્રાતૃવ્યના લગ્નમંડલમાં દાખલ થયા. (૬૧)
દ્વાદશારક (બાર આરા) રૂપ કાલસંગતિના સહાદરો માતૃગૃહનો (માયરું-ચોરી) સરસ સામાન લઈને ત્યાં ઉપસ્થિત થયા. (૬૨)
પછી કામદેવ (મન્મથ)ની રતિ અને પ્રીતિ નામની પત્નીથી ગવાતા ધવળમંગળપૂર્વક રજથી આકાશને શ્યામ બનાવતો અભવ્ય