________________
___२३५
દ્વિતીય સT:
कालेन कियता रत्नकेतुः क्षितिपति शम् । भवोद्विग्नोऽग्रहीद् दीक्षां, तापसानां यथाविधि ॥५३२॥ विद्याविलासः समभूद्, भूपालः पालयत् प्रजाम् । प्रचण्डशासनः पाकशासनः स्वरिवाऽऽगतः ॥५३३।। अन्येयुः श्रेष्ठिसू राजा, चतुरङ्गचमूवृतः । रुरोध काञ्चनपुरं, जम्बूद्वीपमिवाऽम्बुधिः ॥५३४॥ तेजोऽधिगम्य दुःसा, तस्य व्योममणेरिव । उलूक इव वाग्मूकः, सूरसेनो ननाश च ॥५३५।। नीलपत्रावलीकीर्णे, बद्धकाञ्चनतोरणे ।
तत्राविक्षत् पुरे राजा, सविद्युद्वारिदोपमे ॥५३६।। મંત્રીશ્વર માનવજન્મરૂપી આમ્રવૃક્ષના ફળસદશ વિષયસુખ ભોગવવા લાગ્યો. (પ૩૧)
એ પ્રમાણે કેટલોક કાળ પસાર કર્યા પછી સંસારથી અત્યંત ઉદ્વિગ્ન થઈને રત્નકેતુ રાજાએ તાપસી દીક્ષા યથાવિધિ અંગીકાર કરી. (૫૩૨)
એટલે પ્રચંડશાસનવાળો જાણે સ્વર્ગથી આવેલ ઈંદ્ર જ ન હોય? તેમ વિદ્યાવિલાસ રાજા થયો અને આનંદથી રાજય કરવા લાગ્યો. (૫૩૩)
એકવાર શ્રેષ્ઠિસુત શ્રીવત્સ જે હાલ વિદ્યાવિલાસ નામે રાજા થયેલો છે. તેણે ચતુરંગસેના સહિત જંબૂદ્વીપને સમુદ્રની જેમ કાંચનપુરનગરને ઘેરો ઘાલ્યો. (પ૩૪)
એટલે સૂર્યની જેમ તેના દુઃસહ તેજથી ઘુવડની જેમ સૂરસેન રાજા ગુપચુચ (કાંઈપણ બોલ્યા વિના) નાશી ગયો. (૫૩૫)
વળી વિજળીયુક્ત મેઘ સમાન નીલપત્રાવલીથી વ્યાપ્ત અને