________________
१९५
स्वामिन् ! मम कथं दुःखं, जातं द्वादशवार्षिकम् ? । अथोचे भगवानेवं, ज्ञानज्ञातजगत्रयः ॥३४१॥ अनेकगोधनस्वामी, भद्रसंज्ञः कृषीबलः । शालिग्रामे पुराऽऽसीस्त्वं, दीनदानपरायणः ॥३४२॥ शरत्काले समायाते, केदारे शालिशालिनि । गतस्त्वं हंसमिथुनमपश्यः काममोहितम् ॥३४३॥ गृहीत्वा वारलां पाशैर्वृषस्यन्तीमथैकदा । आलिम्पस्त्वं कुङ्कमेनात्मानं चाशुभकर्मणा ॥३४४।।
જેમ અખંડ શીલાલંકારને ધારણ કરતી એ મહાસતી તને બાર વર્ષને અંતે મળશે.” (૩૪૦)
પછી મેં પૂછ્યું કે - “હે સ્વામિન્ મને આવું બાર વર્ષ સુધીનું વિયોગનું દુઃખ શા કારણથી પ્રાપ્ત થયું ? એટલે જ્ઞાનથી ત્રણે લોકને જાણનાર આચાર્ય ભગવંત બોલ્યા કે :- (૩૪૧)
કામમોહિત હંસયુગલનો પડાવેલો વિયોગ. પૂર્વોપાર્જિત તે કર્મ પત્નીનો કરાવ્યો વિયોગ. પૂર્વભવમાં શાલિગ્રામમાં દીનજનોને દાન આપવામાં પરાયણ અનેક ગોધનનો સ્વામી તું ભદ્ર નામનો ખેડૂત હતો. (૩૪૨)
એકવાર શરદઋતુ આવતાં તું શાબિધાન્યથી સુશોભિત ખેતરમાં ગયો. ત્યાં કામથી મોહિત હંસયુગલને તે જોયું. (૩૪૩)
પછી એકદિવસ કામાતુર હંસીને પાશમાં પકડીને તે તેને કુંકુમનો લેપ કર્યો અને પોતાના આત્માને અશુભકર્મથી લેપ્યો. (૩૪૪)
કુંકમવાળી હંસીને પોતાની સ્ત્રીપણે ન ઓળખવાથી હંસીના