________________
१८२
श्री मल्लिनाथ चरित्र
बिभ्राणाः सुभटाः केचिद्, रोमाञ्चान् कवचानिव । कौक्षेयकान् समाकर्षन् यमजिह्वाभयङ्करान् ॥२७८॥ केचिद् दृढतरं दत्त्वा, भीत्या द्वारं स्तनन्धयान् । रुदतोऽपि निषेधन्ति, दत्त्वा पाणि मुखाग्रतः ॥ २७९॥ अक्रियन्त प्रतोल्योऽपि, दत्तद्वारा महाभटैः । निषिद्धलोकसंचारा, महतीषु निशास्विव ॥ २८०॥
नृपः कृत्वा समागच्छन्, वाहाल्यां वाहवाहनम् । श्रुत्वा तुमुलमप्राक्षीत्, किमेतदिति रक्षकान् ? ॥२८१॥
ततः कलकलं राजा, निशम्योचे स्वरक्षकान् । किमागात् परचक्रं भोः !, किं वाऽकाण्डयुगक्षय: ? ॥२८२॥
આ બાજુ કેટલાક સુભટો રોમાંચરૂપ કવચને ધારણ કરી યમની જિલ્લા જેવી ભયંકર તલવારો ખેંચવા લાગ્યા, (૨૭૮)
કેટલાક ભયને લીધે દ્વાર બરાબર બંધ કરીને રૂદન કરતાં પોતાના બાળકોને મુખ ઉપર હાથ રાખી અટકાવવા લાગ્યા. (૨૭૯)
મહાસુભટોએ પ્રતોલીના દ્વારો બંધ કરી દીધા. મહારાત્રિની જેમ લોકોનો સંચાર બિલકુલ અટકી પડ્યો. (૨૮૦)
એવામાં ઉપવનમાં અશ્વક્રીડા કરી પાછા આવતાં રાજાએ તુમુલ (કોલાહલ) શબ્દ સાંભળીને પોતાના રક્ષકોને પૂછ્યું કેઃ- “આ શું છે ? (૨૮૧)
ફરીથી વધારે કલકલ સાંભળીને તેણે પોતાના અંગરક્ષકને કહ્યું કે :- “શું શત્રુનું સૈન્ય આવ્યું છે ? અથવા તો શું અકાળે યુગનો ક્ષય થવા આવ્યો છે ? (૨૮૨)
આવો પ્રશ્ન સાંભળીને અંગરક્ષકે રાણીનો સર્વ વૃત્તાંત રાજાને