SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ “જિનવર નામે જન્ય હવેલી - વિજય નરચંદ્રસૂરીશ્વરજી મ. સા. સમસ્ત વિશ્વનો ઉદ્ધાર કરવાની પ્રબળ ભાવનાના પ્રતાપે ત્રીજાભવે શ્રી તીર્થકર નામકર્મની નિકાચના કરીને આહત્ય લક્ષ્મીને પ્રાપ્ત કરનારા અને તેના પ્રભાવે વિશ્વમાં સુવિશુદ્ધ મોક્ષમાર્ગનું પ્રકાશન કરનારા શ્રી તીર્થકર ભગવંતો જગતમાં જયવંતા વર્તે છે. શ્રી તીર્થકર દેવોએ આ જગતનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યક્તિત્વ છે. આધ્યાત્મિક ક્ષેત્રે સર્વથી શ્રેષ્ઠતા ધરાવનારા તે પુણ્યવંત આત્માઓની કર્મના ઔદયિકક્ષેત્રે પણ શ્રેષ્ઠતા સહજરૂપે જ હોય છે. - શ્રી તીર્થંકરદેવનો આત્મા પણ એક વખત તો આપણા સૌની જેમ સંસારમાં રખડતો જ હતો. અનાદિકાળથી વિશિષ્ટ પ્રકારના દશગુણબીજકોને અન્તભૂત રીતે ધરાવનારો પણ તે મહાનું આત્મા જ્યાં સુધી સમ્યગ્દર્શન ગુણને પામતો નથી ત્યાં સુધી તેની કોઈ વિશેષ પ્રકારે ગણના કરવામાં આવતી નથી. શ્રીશાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે કે આત્મા જયારે દર્શનમોહનીયનો ક્ષયોપશમ સાધી સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. ત્યારે જ તેના ગુણો ખરા અર્થમાં ગુણ કહેવાય છે. ત્યારે જ તેનો ધર્મ આત્મસાધક ધર્મ બને છે. અને ત્યારે જ તેમના ભવોની ગણના ચાલુ થાય છે. સમ્યગ્દર્શનગુણ સંસારને ટૂંકાવવાની અદ્ભુત તાકાત ધરાવનારો ગુણ છે. તેથી સમ્યગ્દર્શનને પામેલા જીવો બહુલતયા અલ્પ સંસારી જ હોય છે. તેથી શ્રી અરિહંત પરમાત્માનો આત્મા પણ જ્યારે સમ્યગ્દર્શન પામે છે, ત્યાર પછી
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy