________________
થ: સા: स्वस्ति तुभ्यं हरिश्चन्द्र !, भरतान्वयभूषण ! । सत्त्वमानवतां धुर्य !, शौर्यचर्यातरङ्गित ! ॥४४२॥ साक्षेपमथ राजोचे, भाषसे किं प्रमत्तवत् ? । नात्र कोऽपि हरिश्चन्द्रो, मुधा भ्रान्तोऽसि रे शुक ! ॥४४३॥ युग्मम् सुतारां राक्षसी वीक्ष्य, हरिश्चन्द्रो व्यचिन्तयत् । कस्यचिद्दम्भिनो वृत्तं, नेदं देवीविजृम्भितम् ॥४४४॥ किं तु मत्कर्मघोरत्वं, प्रसरत्यनिवारितम् । यत्करिष्यति दैवं तन्मया सर्वं सहिष्यते ॥४४५॥ उशीनरमहीपालपुत्रि ! पावित्र्यदर्शने ! । सुतारे ! ते नमः कीरः, सप्रमाणममदोऽवदत् ॥४४६॥
શૌર્યાચારથી તરંગિત, સત્ત્વશાળી માનવંતજનોમાં અગ્રેસર, ભરતવંશના ભૂષણરૂપ હે હરિશ્ચંદ્ર ! તારું કલ્યાણ થાઓ, (૪૪૨)
એટલે રાજાએ આક્ષેપ પૂર્વક કહ્યું કે - “હે પોપટ ! પ્રમત્તની જેમ તું આ શું બોલે છે ! અહીં હરિશ્ચંદ્ર રાજા નથી. અરે ! તું વૃથા ભ્રમિત થઈ ગયો જણાય છે.” (૪૪૩)
એવામાં સુતારાને રાક્ષસીપણે જોઈને હરિશ્ચંદ્ર વિચારવા લાગ્યા કે, આ દેવીનું ચેષ્ટિત નથી, પણ કોઈ દંભીની ચેષ્ટા લાગે છે. (૪૪૪)
પરંતુ મારા ઘોરકર્મનો પ્રભાવ વિસ્તરી રહ્યો છે. માટે જે દેવ કાંઈ કરે, તે બધુ મારે સહન કરવાનું છે. (૪૪૫)
રાજા આમ વિચારે છે એવામાં પ્રણામપૂર્વક પોપટ બોલ્યો ક - ઉશનર રાજાની પુત્રી અને પવિત્ર દર્શનવાળી એવી છે સુતારા ! તને નમસ્કાર છે. (૪૪૬).