________________
(૯૮)
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા
માં આહારકડુગ ભેળવતાં ૩૦ થાય. તેની શુભ પ્રકૃતિ છે માટે એકજ ભાંગે. તે સાતમા તથા આઠમા ગુણઠાણવાલાનેજ હોય. ૩૦ માં તીર્થંકરનામ ભેળવતાં ૩૧ થાય. પણ તે સાતમા આઠમા ગુણઠાણાવાળા જ બાંધે. અહિં પણ એકજ ભાંગે. કુલ દેવગતિ પ્રાગ્ય ૧૮ ભાંગા થયા.
નરગતિ પ્રાગ્ય ૨૮ નું બંધસ્થાન-નરકદુગ, વૈક્રિયદુગ, તૈજસ કામણ શરીર, વર્ણાદિ ચતુષ્ક, પચંદ્રિજાતિ, હુડકસંસ્થાન,
અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉધાસ, નિરમાણ, ત્રસચતુષ્ક, અસ્થિર પક, કુખગતિ આ ૨૮ પહેલે ગુણઠાણે અશુભજ બાંધે માટે એક ભાંગે થાય.
એક યશકીતિ નામકર્મને બંધ આઠમા ગુણઠાણે થાય. તે દેવગતિ પ્રાયોગ્ય બંધ પણ વ્યવચ્છિન્ન થયા પછી આઠમાંથી દશામા ગુણઠાણા સુધિ હેય.
હવે નામકર્મના જુદા જુદા ભાંગા કહે છે–એકેવિના ૪૦, વિકસેંદ્રિના ૫૧, તિર્યંચના કર૧૭, મનુષ્યના ૪૬૧૭, દેવતાના ૧૮, નારકી ૧, બંધ વ્યવછેદન ૧. કુલ ૧૩૯૪૫ ભાંગા થયા.