SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦; આહાર, શુદ્ધ વસ્ત્રાદિ વહેરાવવાં એનું નામજ દાન છે. બીજાં દાને તે સંસાર વ્યવહારની કરણું છે પણ મેક્ષની કરશું નથી. એમણે પિષધ, પડિકમણું, પચ્ચખાણ, વગેરે સામે પણ વધે ઉડાવ્યું હતું. જીન પ્રતિમા પૂજવાથી મોક્ષ મળે નહિ. પણ એ તે સંસારી જીવો સંસારપક્ષે કરતા આવે છે. શ્રી લંકા મહેતા અને શ્રી લખમશી શાહના ભગીરથ પ્રયત્ન વડે સં. ૧૫૩૦-૩૧માં લંકાગચ્છની સ્થાપના થઈ અને કેટલાક ક્રિયાપત્રી સાધુઓ થયા. લંકાગચ્છમાથી પરંપરાએ શ્રી ધર્મદાસ સ્વામીથી નીકળેલા લીબડી સંઘાડાની પટ્ટાવલિમાંથી સમજાય છે કે શ્રી મડાવીર સ્વામીની પાટે અનુક્રમે સુધર્મા સ્વામી જંબુ સ્વામી, પ્રભવ સ્વામી, શયયંભવ સ્વામી યશેભદ્ર સ્વામી, સંભતી વિજયસ્વામી, ભદ્રબાહુસ્વામી સ્થૂલિભદ્ર સ્વામી થયા. શ્રી હ્યુલિભદ્રજી વસ્તીમાં રહ્યા અને શ્રી વિશાખાચાર્યજીવનમાં રહ્યા તેથી ‘વનવાસી કહેવાયા. આ રીતે આઠમી પાટે પ્રથમ મતભેદ ઉભે થયે. વસ્તીમાં રહેવાનો અને વનમાં રહેવાને. વીર નિર્વાણ પછી ૧૬ર મેં વર્ષે શ્રી વિશાખાચાર્ય થયા. તેઓ દશ પૂર્વધર હતા. શ્રી સ્થલિભદ્રને સ્વર્ગવાસ વીર નિર્વાણ પછી ૨૧૫–૧૯ વરસે થયે. પછી આર્ય મડાગિરિ અને આર્ય સુહસ્તિ સ્વામી થયા. આર્ય સુહસ્તિ સ્વામીને સ્વર્ગવાસ વીર નિર્વાણ પછી ૨૯૧ વરસે થયે. અહીંથી શાસનમાં શિથિલાચાર પ્રવેશ શરૂ થયું. પાછળના આચાર્યોએ સંપ્રતિ રાજાને પ્રતિમા પૂજન સાથે જોડી દઈને અનેક કલ્પિત વાતે આર્ય સુહસ્તિસૂરિના નામથી ચલાવી.
SR No.022688
Book TitleJain Shwetambar Sampradayno Itihas
Original Sutra AuthorN/A
AuthorGokuldas Nanjibhai Gandhi
PublisherGokuldas Nanjibhai Gandhi
Publication Year1941
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy