SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯] કર્મશિદ્ધાન્તના અશ અંગેની કૃતિઓ ૧૦૩ તેની વૃત્તિ રજૂ કરાઈ છે. “વાસના” અને કર્મમાં ભેદ દર્શાવાય છે. અમૂર્તને મૂર્ત સાથે સંબંધ કેમ હોય એ પ્રશ્ન ચર્ચાયો છે. એકંદર રીતે આ લઘુ કૃતિ મહત્વની છે એટલે એને ગુજરાતીમાં ભાવાનુવાદ તૈયાર કરાવી એ પ્રસિદ્ધ કરાવો ઘટે. (૨૨) કર્મલવિચાર–કમનું ફળ આપનાર ઈશ્વર કે અન્ય કઈ નથી પણ કમ જ છે. એ બાબત યુકિતપૂર્વક આ કૃતિમાં આગમે દ્ધારકે સંસ્કૃતમાં ૭૨ પદ્યોમાં વિ.સં. ૧૮૮૪માં રજૂ કરી છે. આ કૃતિ અદ્યાપિ અપ્રકાશિત છે. પરિશિષ્ટ : ગુજરાતી લેખે કર્મસિદ્ધાન્તને અંગે મેં અત્યાર સુધીમાં ચાળીસેક લેખો લખ્યા છે. એ બધા તે અત્યાર સુધી માં છપાઈ ગયા નથી. પ્રકાશિત લેખો પૈકી ૧૧નાં નામ અને એ જે સામયિકમાં છપાયા છે તેનાં નામ મેં મારી પુસ્તિકા નામે હીરક-સાહિત્ય-વિહાર (પૃ. ૨૫-૨૬)માં આપ્યાં છે એટલે અહીં તો અત્યારે તે અપ્રકાશિત પરંતુ હવે પછી પ્રસિદ્ધ થનારા લેખેનાં નામ નીચે મુજબ દર્શાવું છું – 1. આયુષ્ય ૫. કમ વિષયક કૃતિઓનું ૨. ઉપશમ” શ્રેણિ અને ક્ષાપક પૌર્વાપર્ય –શ્રેણિ સંબંધી સાહિત્ય ૬. કમવિષયક શંકાઓ અને ૩. કરણોનું દિગ્દર્શન સમાધાને ૪. કમંદલિકની વહેંચણી | ૭. “કમ' શબ્દની વ્યુત્પત્તિઓ ૧ જુઓ આ મુ. (પૃ. ૨૮). ૨ આ bibliography મેં ઈ.સ. ૧૯૬૦માં છપાવી છે. એમાં એ સમય સુધીમાં મારા પ્રકાશિત તથા અપ્રકાશિત ગ્રંથ તેમ જ ૫૪૬ પ્રકાશિત લેખેની નોંધ છે. ત્યાર બાદ છપાયેલા કમવિષયક કેટલાક લેખેનાં નામાદિ મેં આ પ્રસ્તુત પુસ્તકમાં આપ્યાં છે. ૩ બધા લેખે સ્થળાંતર કરવું પડયું હોવાથી એકત્રિત કરી શકાયા નથી.
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy