SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્થાનિકા પ્રેરણા- આજથી પાંત્રીસેક વર્ષ ઉપર જૈન ક–સિદ્ધાન્તના વિશિષ્ટ અભ્યાસી શ્રીવિજ્યપ્રેમસૂરિજીએ આ સિદ્ધાન્તને અંગે સર્વાગીણ ( comprehensive ) ગ્રંથ રચવાની મને પ્રસંગોપાત્ત સુચના કરી હતી, એ ઉપરથી એને મૃત સ્વરૂપ આપવા માટે મેં સમય અને સાધન અનુસાર પ્રયાસ કરવા માંડ્યો. એના ફળરૂપે મેં કેટલુંક લખાણ તૈયાર કર્યું અને એમાંનું થોડુંક લેખ વગેરે રૂપે પ્રકાશિત પણ થયું. એ જોઈને શ્રીમહનલાલજી મહારાજના સંતાનીય અને એમના સ્મારક માટે પ્રયત્નશીલ શ્રીભક્તિમુનિજીએ ત્રણેક વર્ષ ઉપર કર્મસિદ્ધાન્ત સંબંધી વિસ્તૃત પુસ્તક તૈયાર કરવા મને સબળ પ્રેરણા કરી અને વિકટ પરિસ્થિતિ હોવા છતાં મેં કર્મમીમાંસા નામનું પુસ્તક રચવાનું કામ હાથ ધર્યું. સાથે સાથે એના ઉપધાત માટેના વિવિધ અંશ મેં તૈયાર કરવા માંડ્યા. તેમાંના કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય' નામનો એક અંશ લગભગ પૂર્ણ કરાતાં એ પુસ્તકરૂપે રજૂ કરવાનું નકકી થતાં એમાં યોગ્ય પરિવર્તન કરી એ આ પુસ્તકરૂપે ઉપસ્થિત કરાય છે. જના– જૈન સાહિત્યના બે વિભાગ પડાય છેઃ (૧) આગમિક અને (૨) અનામિક. આગમિક સાહિત્ય એટલે આગમ અને એનાં વિવરણ. કેટલાક દિગંબરો ઉપલબ્ધ આગને વાસ્તવિક અને પ્રાચીન હવા વિષે કવેતાંબરોથી વિરુદ્ધ મત ધરાવે છે પરંતુ આયાર (સુફબંધ ૧) સૂયગડ અને ઉત્તરાયણ એ આગમે સમગ્ર ઉપલબ્ધ જૈન સાહિત્યમાં પ્રાચીનતમ આગમો છે એમ તટસ્થ દિગંબરનું અને અજૈન વિદ્વાનોનું પણ માનવું છે. આથી મેં આ પુસ્તકનો પ્રારંભ આગમિક સાહિત્યગત કર્મસિદ્ધાન્તના નિરૂપણથી કર્યો છે. આ સાહિત્ય વેતાંબરીય હઈ પ્રસ્તુત પુસ્તકના પ્રથમ ખંડમાં વેતાંબરીય કૃતિઓને અને દ્વિતીય ખંડમાં
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy