SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના વિશ્વમાં આપણે ચોમેર દષ્ટિપાત કરીશું તો તે આપણને જરૂર જણાશે કે આ જગતના તમામ જીવો એક અચલ અકલ એવા (એક) સનાતન નિયમને આધીન છે કારણ કે કોઈ “વ્યક્તિ” એવી નથી જણાતી કે જેની આકૃતિ અને આચરણ જગતના તમામ પ્રાણથી અલ્પાશે યા. સશે પણ ભિન્ન ન હોય? ખરેખર જ્યારે આ વસ્તુનો વિચાર કરવા બેસીએ તે આ વિશ્વ આપણને કોઈ જુદા જ સ્વરૂપે જણાશે! તેનું કારણ શોધવા આપણે ઉડું અવલોકન કરવું પડશે, સૂક્ષ્મ ચિંતન યા મનન કરવું પડશે, અરે! કહો કે આપણે જીંદગીને એમાં ઓગાળવી પડશે. પરંતુ આપણું આ અવલોકન આપણને ઉપરચોટીયું લાગશે. આપણું ચિંતન આપણનેજ છીછરું ભાસશે અને જીવનનું અવગાલન આપણને અલ્પ જણાશે ખરેખર આ બધું જ આપણને એક અગાધ સાગરમાં કહો કે અનંતસાગરમાં એક ડોકીયા સરખું જણાશે ? કારણ કે આ વિશ્વની ભિન્નપરિસ્થિતિનો આપણે વિચાર કરવા બેઠા છીએ એ કંઈ મનન અગર ચિંતનની વસ્તુ થોડીજે છે? ત્યારે ? કહો કે આ તો એક નક્કર હકીકતનું અગર વાસ્તવિક્તાનું દર્શન કરવાનું છે. અગર તે આપણે એમ કહીશું તો પણ ચાલશે કે આ તો આપણે આપણું પોતીકું યાને આત્મદેવનું દર્શન કરવાનું છે. કારણ “જગતની આ ભિન્નભિન્ન પરિસ્થિતિનું કારણ જ આપણને આપણા આત્મદેવનું દર્શન કરવા દેતું નથી. ' અરે! આવી વસ્તુ જાણવાની જીજ્ઞાસા કોને ન હોય? કહો કે કોને ન થાય? ખરેખર તે સર્વને થાય કારણકે આપણું કોઈ બે પાંચ હાથ જેટલી જમીન અને પાંચ પચાશ રૂપીઆ જેવી નાની શી રકમ પચાવી પાડનારની આપણે કેવી ખબર લઈ લેતા હોઈએ છીએ. અથવા તે તેની ખબર લઈ લેવા કેવા તન મન અને ધનથી તત્પર હોઈએ છીએ તે તો. આપણે બધા બહુ સારી રીતે સમજીએ છીએને? અરે હા. તે પછી આ તે આપણું વિશ્વ સામ્રાજ્યની શક્તિને અરે આપણું વિશ્વપ્રભુતાને પચાવી
SR No.022681
Book TitleKarmprakruti Mool
Original Sutra AuthorN/A
AuthorVanchayamashreeji
PublisherGirdharlal Kevaldas Dalodwala
Publication Year1962
Total Pages82
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy