SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પંન્યાસ દાનવિજયમતો ખબ જ ખુશ થઈ ગયા. તેમણે તે પૂ. ગુરૂદેવ કમલસૂરીશ્વરજી મ. ને કહ્યું કે “સાહેબજી! વાચસ્પતિજીએ તો મુકુંદસ્વામીને જડબાતોડ જવાબ આપ્યાં.” ત્યારે ગુરૂદેવે હાસ્ય વેરતાં કહ્યું “ભાઈ આપણે વાચસ્પતિજી તે વાદિઘટમુગર છે.” તે શિષ્યને નતમસ્તકે વંદન છે કે જેણે ગુરૂના હૃદયનું રંજન કર્યું ! છાણી બોરસદ વગેરે સ્થળે ચોમાસું કરી ડભોઈ પધાર્યા. ડભોઈમાં પૂજ્યશ્રીએ પંડિત બેચરદાસ સામે લાલબત્તી ધરતી “દેવદ્રવ્યાદિસિદ્ધિ યાને બેચર હિતશિક્ષા” નામના પુસ્તકની રચના કરી. શાસન સેવાના પ્રસંગે મહામુનિઓ માન અપમાનની ગણના કર્યા વગર શાસનને જ વફાદાર રહે છે. આજની દુનિયામાં માન-મોભાને ભૂખમરો ફાટ્યો છે. પોતાના માનની ખાતર ભાઈ ભાઈને દુઃખી કરનાર જે આ મુનિસત્તમનું ઉદાહરણ લે તો જરૂર જગતમાં નિરભિમાનતા–નિસ્પૃહતાના દર્શન થાય. જન્મભૂમિના આંગણે પૂ. ગુરૂદેવના આદેશથી જૈનરત્ન મુનિશ્રી પોતાની જન્મભૂમિ બાલશાસનમાં પધાર્યા. આ સમાચાર આજુબાજુના ગામોમાં વિદ્યુતવેગે પ્રસરી ગયા ને બોલવા લાગ્યા કે “આપણે લાલચંદ તો મહાન સાધુ બની અહીં આવ્યો છે. એના દર્શન કરી પાવન થઈએ. આપણા ગામમાં બોલાવીને તેની કથા સાંભળીને જનમ જનમના પાપ ગુમાવીએ. આ વાત કટોસણના ઠાકોરના કાને ગઈ. ઠાકોરે મુનિશ્રીને કટોસણમાં પધારવા વિનંતિ કરી મુનિશ્રી અહિંસાનો ધ્વજ ફરકાવવા કટોસણ પધાર્યા. અહિંસાનાં પ્રેરક વ્યાખ્યાનો યોજાયાં. તેનો કટોસણ નરેશે ખૂબ લાભ લીધો અને તેના પરિણામરૂપે પયુર્ષણા મહાપર્વમાં જીવહિંસા નહિ કરવી તથા વિજયાદશમીના દિને બકરાને વધ બંધ કરવા ખાસ ફરમાન બહાર પાડ્યાં. મંગલવર્ષા રાજનગરના આંગણે વિદ્યાશાળામાં મુનિશ્રી પધાર્યા. અહીં આચાર્યદેવ શ્રીમદ્ વિજય સિધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના દર્શન
SR No.022681
Book TitleKarmprakruti Mool
Original Sutra AuthorN/A
AuthorVanchayamashreeji
PublisherGirdharlal Kevaldas Dalodwala
Publication Year1962
Total Pages82
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy