SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ મોહનું વાવાઝોડું લાલચંદની શોધમાં કુટુંબીઓ સાથે મોતીબહેન આદિ સ બોરૂ ગયાં. લાલચંદને મુનિવેશમાં જોતાં તેઓ ચોધાર આંસુએ રડવા લાગ્યાં. માતાએ કરૂણસ્વરે આઠંદ કરતાં કહ્યું, “ઓ ! મારા દીકરા ! તારા માટે મને ઘણી આશા છે. તું તો દેવને દીધેલ દીકરો છે. સાત સાત ભાઈનો એકનો એક લાડીલો લાલ છે તને સંજમ ,(સંયમ) ન અપાય.” ચાલ મારા લાડીલા દીકરા ચાલ! ઉઠ બેટા ઉઠ, મને ના રડાવ. ફોઈએ પણ ખૂબ વિનવ્યાં. પણ મુનિ લબ્ધિવિજયે સૌને સમજાવતાં કહ્યું કે, હું કેટલી માતાને છાની રાખું ને કેટલી ફઈની વાત સાંભળું ? અનંત જન્મોનાં અનંત માતાપિતા કર્યા. સૌની વાત સાંભળીને ભવભ્રમણ કર્યું, પણ જિનની વાત ન સાંભળવાથી મારું ભવભ્રમણ વધ્યું. હવે આ જન્મમાં તો જિનની જ વાત સાંભળવી છે અને ભવભ્રમણ ટાળવું છે. બસ હવે તે અષ્ટપ્રવચન એ જ માતા. ગુરૂદેવ એ જ પિતા. ગુરૂદેવની આજ્ઞા એ જ મારો પ્રાણુ અને વૈરાગ્ય એ જ મારો ભાઈ. આ જન્મમાં મારે દુનિયાના ગીત સાંભળવા નથી. મારે સાંભળવાં છે મારા આત્મરાજનાં ગીત, મારે ગાવાં છે જિનરાજનાં ગીત. છોપસ્થાપના ચારિત્ર ગુરૂદેવની સાથે વિહાર કરતાં અને આવશ્યકસૂત્રનાં યોગદવહન કરતાં નૂતન મુનિ ઊંઝામાં પધાર્યા. ત્યાં પૂજ્ય ગુરૂદેવનાં દર્શનાર્થે ઘણા સાધુમહાત્માઓ પધાર્યા. પૂજ્ય ગુરૂદેવની સાંનિધ્યતામાં વસંતપંચમીના શુભદિને મુનિ શ્રી લબ્ધિવિજય મ. આદિ દશમુનિવરોને છેદોપસ્થાપના ચારિત્ર (વડી દીક્ષા) આપવામાં આવ્યું. પૂજ્યશ્રીએ સુંદર હિતશિક્ષા આપી. મુનિશ્રી લબ્ધિવિજય મહારાજે ગુરૂઆશાને સફળ કરવા ધરખમ પ્રયત્નો શરૂ કર્યો. પ્રથમ ચાતુમોસ ગુરૂદેવ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પર આવેલ ઈડર નગરમાં પધાર્યા. નૂતનમુનિને આ શાંતિનું વાતાવરણ ખૂબ પ્રેરક બન્યું. તેઓ રાતદિવસ અભ્યાસમાં જ મગ્ન. પાણું વહેરવા જાય તો પણ અથેચિંતવના
SR No.022681
Book TitleKarmprakruti Mool
Original Sutra AuthorN/A
AuthorVanchayamashreeji
PublisherGirdharlal Kevaldas Dalodwala
Publication Year1962
Total Pages82
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy