________________
પ્રકરણ ૯ મું કર્યો; “આ દેવની વાણી સત્ય છે. મને વિર્ભાગજ્ઞાન હોવાથી ઉવટસુલટી જણાયું, છતાં આખરે તેની ને મારી પૂર્વભવની હકીકત તે મળતી આવે છે. પછી તે એ અદ્ભુત સુકુમારીના હૈયામાં અદ્દભુત પરિવર્તન થયું. હેપના સ્થાને પ્રેમને ઉત્પાત શરૂ થયો; એ દેવ પિતાની આંખની કીકી સમે વલલભ જણાયો. તરતજ બાળા સુકુંમારીએ પોતાનો જે નારીવેશ હતો તે ધારણ કર્યો
એ ત્રણે દેવતાઓ પિતાની હકીકત પુરી કરીને જેટલામાં આકાશમાં ઉડવાની તૈયારી કરે છે. તે દરમિયાન રાજપુત્રી બેલી કે “હે પિતાજી! જે આ દેવ મને પરણ્યા વગર ચાલી જશે તે હું જરૂર આત્મહત્યા કરીશ.”
સુકુમારીની વાણી સાંભળી, રાજા મનમાં વિચારવા લાગે અને પુત્રોને પુરૂષ ઉપરધી દ્વેષરહિત થયેલી જાણીને રાજા ખુશી થયે. પુત્રીને કદાહરહિત જાણી રાજા આકાશમાં જતા દેવ પ્રત્યે બો; “હે દેવ! તમે આ મારી કુંવરીને પરણીને લઈ જાવ, નહિતર કુટુંબ સહિત હું તમને આત્મહત્યા આપીશ, અને આ બાળા પણ તમને હત્યા આપશે તે હે કૃપાળુ ! મને મારા અમાત્યને અને આ મારી કન્યાને જીવિતદાન આપે! »
શાલિવાહન રાજાની આ પ્રમાણેની વિનંતી સાંભળી વિકમદેવ ભટ્ટમાત્ર અને અગ્નિતાલ સાથે આકાશમંડલથી નીચે ઉતરી રાજાની પાસે આવીને બે“ હે રાજન! તમારી વાત સત્ય છે, પણ હું દેવ ને આ મૃત્યુલેકની નારી એ અસંભવિત ગ શી રીતે બની શકે? જગતમાં તે મનુષ્યોને સરખે સરખામાં જ સંબંધ કરે યોગ્ય છે; માટે કે સુંદર રાજપુત્રને આ કેળના ગર્ભસમી સન્યા આપ ! )