________________
૪૮૭
પ્રકરણ ૫૮ મું
વિક્રમાદિત્યે આ વાત સાંભળી ભમાત્ર તરફ જોયું ને હુકમ કર્યો, “શુકે કહ્યું એવી નગરીની તપાસ કરીને મને કહો !” રાજાના કહેવાથી ભક્માત્ર ચાલ્યો. જગતની પ્રદક્ષિણે કરતે કરતે સાત માસ પછી ભમાત્ર તૈલંગ દેશમાં આવ્યો. ત્યાં અમરાવતી સમાન તિલંગની રાજધાની શ્રીપુર નગરને જોઈ ભટ્ટ માત્ર એ નગીની શેભા જેવાને તે નગર તરફ આવ્યા. અહીયાં ભીમ નામે રાજા ન્યાયમાં તત્પર અને પરાક્રમી, શાંતિથી પ્રજાનું પાલન કરતે હતે. રાજાને પદ્માવતી નામે પટ્ટરાણ થકી સુરસુંદરી નામે પુત્રી થઈ. ભણગણુ સકલશાસ્ત્રની કળામાં પારગામી થયેલી સુરસુંદરી યૌવન સન્મુખ આવી. રૂપમાં, ગુણમાં અને કળામાં દેવતાની દેવાંગનાઓને પણ તે એવી હેવાથી તેણીએ ગુણ પ્રમાણેનું સુરસુંદરી નામ બરાબર ધારણ કર્યું હતું.
ગુણથી અને સલશાસ્ત્રની શાતા છતાં સુરસુંદરી આજે કેટલાય વર્ષોથી મૌન રહેતી હતી. ખાસ જરૂર પડે તે પાટી કે કાગળ ઉપર લખીને જવાબ આપતી, પણ બલવાનું સુરસુંદરીએ છોડી દીધું હતું. તેના મૌન વ્રતપણાથી લેકેએ એનું અબોલારાણું નામ પાડયું હતું કારણકે જગતને એ કાંઈ તાળું દેવાતું નથી. રાજાએ પણ એ સુરસુંદરીને બોલાવવાના અનેક પ્રયત્ન કર્યો, પરંતુ તે પણ સુરસુંદરીને બોલાવી શકશે નહિ. મંત્ર, તંત્ર, જે અને અનેક ઔષધિ પ્રમુખથી ઉપાય કર્યા, પણ સુરબાળાનું મૌનવ્રત દૂર ન થવાથી રાજાએ એવી ઉદુષણા કરાવી કે, “જે મારી અબોલા પુત્રીને લાવશે તેને રાજા તે પુત્રી પરણાવશે.” અને રાજકન્યા સુરસુંદરીએ ૬ણ એવી પ્રતિજ્ઞા કરી હતી કે, “મને બોલાવે તેને જ મારે પરણવું )