SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય કેઇ પણ અપૂર્વ શક્તિથી તે કાંટાળે રાજમુગુટ શેભાવશે. અને અવંતીને એ અધમ દેવના ત્રાસમાંથી જરૂર મુક્ત કરશે. મંત્રી બુદ્ધિસાગરના ગયા પછી અવધુત વિચારમાં પડે. “અરે ? કદાચ એ કાંટાળે, વિષમ અને ભયંકર રાજમુગુટ આવતી કાલની ઉગતી પ્રભાતે મારા મસ્તક પર મુકાશે તે પછી મારું થશે શું ? એ દુષ્ટ વૈિતાળને હું શી રીતે જીતી શકીશ! મારામાં એવી કયી શક્તિ છે કે તે શક્તિવડે હું તેનો પરાભવ કરીશ ! ખચીત મેં જરા ઉતાવળ તે કરી છે. પણ હવે શું કેલું કાંઈ ચટાતું-ગળાતું નથી. કાંટાળો તાજ પહેરી એ મુશીબતનો સામનો હવે તે કરે જ છુટકે! ગમે તેવી મુશીબતમાં ધીર અને વીર પુરૂષે માર્ગ કરી શકે છે, પણ પિતાની નીતિ રીતિ કે વાણીનો ત્યાગ કરી ફરી જતા નથી. વીર પુરૂષને તે તેની ભેજાબળમાં જ લક્ષ્મી રહેલી છે. માટે જ જ્યાં સાહસ ત્યાં જ સિદ્ધિ? તે પછી બીજા દિવસની ઉગતી પ્રભાતે શુભ મુહૂર્ત અને શુભ લગ્ન સિદ્ધવડના શિવાલયમાં રહેલા પરદેશી અવધુતના મસ્તકે અવંતીનો કાંટાળા એ રાજમુગુટ મુકયો, અને એક વખતનો અવધુત અવંતીનાથ તરીકે જાહેર થયે. “ભલાઈ કરી લે, જગતમાં શું લઈ જવાનું છે, ધન અને દૌલત બધું અહી રહેવાનું છે; વાવીશ તેવું લણશ, વિધિની એ જ નીતિ છે, કરીશ તેવું પામીશ, જગતની એહ રાતિ છે.”
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy