SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૧ મું ૩૩૯ જેવા નખવાળા ને પત્થર જેવી અંગુલીવાળા મહાકાય રાક્ષસને જે રાજાએ પૂછ્યું; “હું આ અવંતીનગરીને રખેવાળ ક્ષેત્રપાળ છું. નગરીનું ને નગરીના અધિપતિનું હું રક્ષણ કરવાવાળો છું.” હુંકાર શબ્દથી ભૂમિને ગજવતે દૈત્ય બોલ્યું. તું કેણુ છે ! ' ક્ષેત્રપાળને કહ્યું “હું પરદેશી મુસાફર છું. મારું નામ વિક્રમ છે.” રાજા છે . તું પરદેશી મુસાફર મને જોઇને પણ ના ડર્યો? તને જરાય મારે ભય ન લાગ્યો? તને જોઈને ડરવાનું શા માટે ? તું તો કહે છે કે હું રાજાનું ને નગરીનું રક્ષણ કરનાર ક્ષેત્રપાળ છું, તે કહે ત્યારે, રાજાની સ્થિતિ અત્યારે કેવી છે. ? એ બિહામણે પિશાચ જ્ઞાનથી જોઈને બે “રાજા અત્યારે ભારે સંકટમાં છે, પેલી ઘાંચણ દેવદમનીએ એને ભારે સંકટમાં નાખ્યો છે. એ દેવદમનીના પંજામાંથી રાજા છટકી શકે તેમ નથી. દેવતા કે દૈત્યને પણ દમન કરનારી દેવદમનીને જાણ્યાપિછાણ્યા વગર તેની સાથે દુત રમવાની રાજાએ ભારે ભૂલ કરી છે! મોટું ભાગ્ય હોય તો જ રાજા દેવદમનીના સકંજામાંથી છુટે, ભાઈ! ” દૈત્યની વાણુ સાંભળી રાજ ઠરી ગયે. ત્યારે તે ક્ષેત્રપાળ! તમે એવું કંઈક કરે કે જેથી આ સંકટમાંથી રાજા છુટે અને દેવદમનીને જીતે ? રાજાએ ત્રાહિત તરીકે વકીલાત કરી. તે તારી આગળ કહેવાથી શું? રાજા મને બલિ વગેરે આપીને પૂછો તે તેને ઉપાય બતાવીશ.” ક્ષેત્રપાળે એ મુસાફરની દલીલ તેડી નાખી. .
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy