SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પરિવાર સહિત વિમલાચળ ચાલ્યા. રાજા છતારીને સિંહ નામે એક મંત્રી હતો. પિતાનાં રત્નકુંડલ ભૂલી જવા માગમાંથી ચરક સેવકને તે કુંડલ લેવાને સિંહે મોકલ્યા. ચરક સેવકે પાછા આવીને તપાસ કરી, પણ કંડલ ન મળવાથી તેણે સિંહમંત્રી પાસે આવીને કહ્યું કે તમારી કુંડલ ગમે તે કે ઉપાડી ગયું હશે. સિંહમંત્રીને ચરક સેવક ઉપર વહેમ જવાથી તેને ખુબ મારી બેભાન કરી દીધું. ચરક સેવકને ત્યાંજ મરવા માટે છોડી, સિંહમંત્રી આગળ ચા ગયે, ને અનુક્રમે તે ભક્િલપુર પહોંચ્યો. ભૂખ અને તૃષાથી વ્યાકુળ થયેલ ચરક દુર્બાન કરતે મરણ પામીને ભદિલપુરની સમીપમાં સર્ષ થયું. એ સર્વે સિંહમંત્રીને એકદા દેશ દઈ મારી નાખ્યો. સિંહમંત્રી મરીને નરકે ગ. સર્ષ પણ કાળ કરીને તેજ નરકમાં ગયે, એકજ ઠેકાણે નારકી થયેલા તે બન્ને માંહોમાંહે ત્યાં પણ લડવા લાગ્યા. યુદ્ધ કરતા તેઓએ પોતાનો કાલ ત્યાં પૂર્ણ કર્યો, અને ત્યાંથી નીકળીને ચરકનો જીવ લક્ષ્મીપુર નગરમાં ધનશ્રેષ્ઠીનો ભરમ નામે પુત્ર થયો. ત્યાં ધમ પામીને મરણ પામી વીરાંગદ રાજાનો સૂર નામે હું પુત્ર થયે નરકમાંથી નીકળેલ સિંહમંત્રી વિમલાચળની નજીક વનમાં કીરના કુળમાં અવતર્યો. જાતિસ્મરણશાનથી નજીકમાં રહેલા એ તીર્થને જાણી કીર–શુક જીમેશ્વર યુગાદીને નમી સ્તુતિ કરવા લાગ્યો. પોતાની પાંખમાં જલ લાવીને પખાલ કરત-સ્નાન કરતો, વનમાંથી મનહર પુષ્પો પોતાની ચંચમાં લાવી ભાવથી જીનેશ્વરની પૂજા કરતો અનુક્રમે કાલે કરીને ત્યાંથી મરણ પામી ને મૃગધવજ રાજાને ત્યાં અત્યારે હંસ નામે પુત્ર થયું છે. મુનિ પાસેથી એ પ્રમાણેને મારે પૂર્વભવ સાંભળી તેમણે
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy