SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ શ્રી દીપચંદ ગાંડાભાઈની સંક્ષિપ્ત જીવનરેખા. પૂર્વ કાઠીયાવાડના ગોહિલવાડ પ્રાંતના મુખ્ય શહેર ભાવનગરમાં શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિમાં મુખ્ય ગણતાં કુટુંબમાં સં. ૧૯૦૫ ની સાલમાં શેઠ દીપચંદભાઈને જન્મ થયો હતો. પિતાનું નામ શેઠ ગાંડાભાઈ અને માતુશ્રીનું નામ દુધીબાઈ હતું. આ કુટુંબ વિશાળ, પ્રખ્યાત અને તેમની જ્ઞાતિમાં અગ્રેસર તરિકે ગણાય છે; સાથે વ્યાપારી તરીકે પ્રસિદ્ધ છે. શેઠ દીપચંદભાઈ પિતે સહિત ત્રણ ભાઈઓ હતા જેમાં પિતે મુખ્ય હતા. તે વખતના જમાનાને બંધબેસતું (નામું કામું માંડી શકે, લખી વાંચી શકે તેવું ) શિક્ષણ તેઓએ મેળવ્યું હતું. વડીલોનું જીવન વ્યાપારી હેવાથી તે કુશળતા જન્મથી પ્રાપ્ત થયેલી હતી. યોગ્ય ઉમ્મરે અનાજને એક મુસલમાન વ્યાપારીની નોકરી સ્વીકારી હતી. પછી વ્યાપારમાં વિશેષ કુશળતા પામતાં સ્વતંત્ર રૂફ, અનાજ અને કમીશન એજંટનો ધંધે પિતાના જીવનમાં શરૂ કર્યો હતો. તેમના ધંધાની લાઈનમાં વૃદ્ધિ થતાં આર્થિક સ્થિતિ પણ વધવા લાગી, સાથે વ્યાપારી તરીકે પણ ખ્યાતિ વધવા લાગી. જૈન સમાજ (સંધ)માં પણ શેઠ દીપચંદભાઇ, દેવ ગુરૂ અને ધર્મના શ્રદ્ધાવાન હોવાથી પ્રતિષ્ઠા વધવા લાગી. શેઠ દીપચંદભાઈ ભકિક, સરલ, માયાળુ અને વિવેકી હતા, જેથી જ્યારે જ્યારે જ્ઞાતિ કે સમાજમાં કોઈ વખત મતભેદ કે મમત્વના પ્રસંગે ઉપસ્થિત થતાં તે પ્રસંગે પિતાની સરલતા અને વ્યવહાર કુશળતાને ઉપએગ કરી શાંતિ સ્થાપવામાં અગ્રભાગ લેતા; અત્યારે તેવા પુરૂષોનો અભાવ સમાજ અને જ્ઞાતિના ઉત્પન્ન થયેલા કલેશ વખતે યાદ કરાવે છે. ધર્મ ઉપર પૂર્ણ ભક્તિને લઈને સંવત ૧૯૪૭ની સાલમાં સહકુટુંબ શ્રી કેશરીયાજીની યાત્રા કરી અને તેમજ ૧૯૫૯ ની સાલમાં અત્રેના શ્રી દાદાસાહેબની વાડીના મંદિરમાં પ્રતિષ્ઠા કરી પ્રભુ ભકિત કરી.
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy