SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. દ્રમાં દ્વીપાંતરે પ્રત્યે શંબલ આપવાથી પ્રગટ મહિમાવાળા તે બરાબર પરીક્ષા કર્યા વિના પૂર્વોક્ત કુદર્શની કર્ણધારેનાં વચને જીવ મનુષ્યત્વચાને પાત્રને સુમાર્ગે લાવ્યા વિના પિતે પીડા પામે. ત્યાં માનરૂપ મીન, મત્સરરૂપ મગર માયારૂપ ચિત્રલતાના ગહન– વનમાં અત્યંત ખુંચી જતાં, ભરૂપ મહાપર્વતના મેટા નિતંબમાં અથડાઈ જર્જરિત થતાં, અતિ પ્રબલ કામકલ્લલના આવ માં પડતાં, મેહ–મહાગિરિની ગુફાના અંતરાલ-વાસી, દુનિવર્ય અને પાછળ લાગેલા ઇંદ્રિયરૂપ ચેરેથી લુંટાતાં, દ્રિધ્યાનરૂપ. શબર–ભીલરાજાએ પરાભવ પમાડતાં, વિષયરૂપ સેંકડે મહાવિષધરોથી વીંટાતાં, ઈત્યાદિ અનેકવિધ અપાય—હેનારતમાં પડતાં તે મનુજત્વ–નાવને તે મૂઢ કર્ણધારે બચાવવાને સમર્થ થઈ શક્તા નથી. તે કુટતાં જીવ ફરી પણ સંસારસાગરમાં પડે છે અને અનંતકાયાદિકમાં અનેક દુખે સહે છે. માટે કુતીર્થ પ્રત્યે ગમન કરતા કુકર્ણધારેને શીધ્ર તજી, બરાબર પારખીને સુકર્ણધારેને અનુસરે. તે ત્રણે જગતમાં પ્રગટ મહિમાવાળા પંચ પરમેષ્ઠી, સંસાર-સાગરમાંથી તારવાને કર્ણધાર—નાવિક સમાન છે. વળી એ પંચ પરમેષ્ઠી, અનેક કષ્ટોથી બચાવી, જીવને અવ્યાબાધ માર્ગે સુચારિત્રરૂપ દ્વીપમાં લઈ જાય છે. ત્યાં પણ સર્વ સાવઘ-વિરતિ નામે ઉંચા પર્વતપર તેઓ લઈ જઈને એ દેહરૂપ નાવમાં પંચ મહાવ્રતરૂપ રત્ન ભરે છે, જે મહાવ્રતરૂ૫ રને હાથમાં આવતાં, ત્રણે ભુવનમાં કંઈ અસાધ્ય જ નથી. ઉત્કૃષ્ટ પુતિ–પુરી પણ તરત નિકટ થાય છે. તે પર્વત પર દશવિધ મુનિધર્મરૂપ વૃક્ષે છે કે જે અઢાર હજાર શીલાંગરૂપ ફળ આપે છે. તેના પણ અગ્રભાગે કેવળ જ્ઞાનરૂપ શિખરપર કેટલાક દિવસ વિસામે લઈ, તેના અંગે નિર્વાણ નગરી છે, કે જે સંસાર-સાગરના તીરે રહેલ છે. ત્યાં મનુષ્યત્વરૂપ ચાનપાત્ર જીવને મૂકી આવે છે, ત્યાં જન્મ, જરા કે મરણ નથી,
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy