SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. રચ્યા. તેમાં પ્રત્યેક ગઢે ચાર ચાર મુખ્ય દ્વાર કે જે માણેકના તારણુ અને પતાકાઓથી અલ'કૃત હતાં, તેમજ પ્રતિદ્વારે સુવર્ણ નાં કમળાથી શાલતી વાવ મનાવી અને ખીજા ગઢની ઇશાન ખુણે દેવછ ંદ કર્યાં. વળી પ્રતિદ્વારે વૈમાનિક, વ્યંતર જ્યાતિષી અને ભવનપતિ દેવા પ્રથમ ગઢમાં દ્વારપાલ થઈને ઉભા રહ્યા, બીજા ગઢમાં જયા,વિજયા, જિતા અને અપરાજિતા એ ચાર દેવી પ્રતિ હારિણી થઇને ઉભી રહી. ત્રીજા ગઢના પ્રત્યેક દ્વારપર પોતપોતાના આયુધ લઇ, તુંખરૂ દેવા પ્રતિહાર તરીકે ઉભા રહ્યા, પછી બ્યંતરેએ સમવસરણના મધ્યભાગે અઢારસે ધનુષ્ય ઉંચા અને રમણીય ચૈત્યપાદપ રચ્યા. તેની નીચે રત્નપીઠ અને તે રત્નપીઠ ઉપર ઉન્નત પાદપીઠ સહિત રત્નસિંહાસન બનાવ્યુ, તે સિંહાસનપર જાણે સ્વામીના ત્રિજગતના સ્વામિત્વને જણાવતાં હાય તેવા રમ્ય અને ઉજ્જવળ ત્રણ છÀા રચ્યાં. અને માનુ ચક્ષા ચામર ઢાળતા અને સમવસરણના દ્વારપર દેવાએ ધચક્ર રચ્યું. એટલે ચતુર્વિધ દેવકાટિઓથી પરવરેલા અષ્ટમ જિનેદ્ર સમવસરણ પ્રત્યે ચાલ્યા. ત્યાં દેવાએ સહસ્ર પત્રાવાળાં નવ સુવર્ણકમળા બનાવ્યા. તે આગળ આગળ આગળ સંચારતાં ભગવંત તેનાપર પગ મૂકીને ચાલતાં, પૂર્વી દ્વારે સમવસરણમાં પ્રવેશ કરી, પેાતે ચૈત્યવૃક્ષને પ્રશ્નક્ષિણા દઈ, ‘ નમો નિત્યસ્ત ' એમ એલી, જગત્સ્વામી પૂર્વાભિમુખ રત્નસિંહાસનપર બિરાજમાન થયા. તે વખતે અન્ય ત્રણ દિશાએમાં બ્યતરાએ સ્વામીના સથા તેવાંજ ત્રણ પ્રતિબિંબ કર્યાં. સ્વામીના આગળ રત્નમયી સહસ્ર જોજન ઉંચા ધ્વજ કર્યાં. તેમજ ભગવંતના શિર પાછળ લામડળ રચ્યું અને આકાશમાં અકસ્માત ૬'દુભિનાદ થયા. જાણે જીવાને અભયદાન આપવા સંજ્ઞા કરતા હોય નહિ! ત્યાં પૂર્વાદ્વારે પ્રવેશ કરી, ત્રણ પ્રદક્ષિણા દઇ, પ્રથમ ગઢમાં અગ્નિપુણાના ભાગે, સ્તવન કરી, સાધુ-સાધ્વીનું સ્થાન મૂકી, "
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy