SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ હરિણ-શ્રીષેણની કથા. ભૂમિને તાડન કરતે રહ્યો. ભારે પીડાને લીધે તેને દાહ થતાં પિતાના કુળની સ્થિતિને પણ ન જાણતા તેને જોઈ સરિત્યુત ચિંતવવા લાગે કે–અહે! એક તે અન્ય જેવાની ઉકંઠા હતી અને એક તરફ અન્ય યુદ્ધ ચાલ્યું. અન્ય વાતૃત્વ ન જાણતાં, એ બંનેની અજ્ઞાનતાને ધિક્કાર છે. તે અજ્ઞાનને લીધે સ્વરૂપ ન જાણવાથી હું પોતે જ શત્રુ બની શત્રુની જેમ પિતાના ભાઈને કેવી નઠારી અવસ્થામાં લાવ્યા. અહા ! પ્રાણુઓના શરીરની કેવી અસારતા કે જે કાચા ઘડાની જેમ ક્ષણમાં ભંગ પામે, આ ગ–ર–નશ્વર દેહથી જે પરમપદ સધાતું હોય તે મૂઢ જને એ નશ્વર દેહને લાભ કેમ લેતા નથી ? એ બાળપણામાં અકિંચિત્કર-કંઈ પણ ન કરનાર, યવનમાં દઢ અને વૃદ્ધ પણામાં જીર્ણતા પામતું જાય છે. એમ એક સ્વરૂપ વિનાના દેહને વિશ્વાસ છે? પોતાના શરીરરૂપ કિલ્લામાં વસતાં પણ આત્મા કાયરતા તજતે નથી, અને રેગાદિકથી ઘેરાતાં તે ધર્મ દ્વારને ઇરછે છે. મહા બલિષ્ઠ કર્મોએ બળાત્કારે આત્માને ઘસી જતાં, રક્ષા કરનાર સ્વજને હઠ પૂર્વક શરીરગ્રહને સળગાવી મૂકે છે. અરે ! રાજ્યને પણ ધિકાર છે કે જ્યાં આસકત થતાં અમ જેવા અંધની જેમ દુસ્સહ નરકની વેદનાને પણ જોઈ શકતા નથી, માટે હવે કુટુંબ સ્નેહ તથા વસ્ત્રાભરણાદિકથી મારે પ્રયોજન નથી. આત્માને અનાદિકાળથી લાગેલ કર્મ—રજને દૂર કરવા પ્રયત્ન કરી, બંધનમુકત કરું.” એમ વૈરાગ્ય પૂરવડે વ્રત–સાગર પ્રત્યે જતાં સરિત્સત પોતાના રાજ્યપદને તજી અમા ને કહેવા લાગ્યું કે –“હે મંત્રીઓ ! તમે ક્રમથી રાજ્ય ચલાવતા આવ્યા છે, તે મારું વચન સાંભળે–રાજ્ય નરકની વેદના આપનાર હોવાથી હવે તે મને જોઈતું નથી. જે આ મારે માટે ભાઈ હરિષણ જીવે તે તમે એને રાજય આપજે અને
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy