SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૯૪ પાસે ગયા અને નમીને હર્ષથી બેઠા. કેમકે રાજાને પ્રજાનો પિતા કહ્યો છે. ૨૫. રાજાને જણાવ્યું : તમારી કૃપાથી અમારે કોઈ વાતની ખામી નથી. દુકાનો અને ઘરો કરિયાણાથી ભરેલા છે. દિવસો સુસમૃદ્ધિના ભાજન છે અર્થાત્ દિવસો સુખપૂર્વક પસાર થાય છે. પરંતુ હે પ્રભુ ! દરરોજ રાત્રિએ ચોરો ધન ચોરી જાય છે. એ કહેવત સાચી છે કે વાવે કોક અને લણે કોક. ૨૭. જે રાજા યુદ્ધ ભૂમિમાં તીક્ષ્ણ ધારદાર વિવિધ પ્રકારના શસ્ત્રોથી પણ પીડા ન પામ્યો તે તેઓના વચનથી તત્ક્ષણ ચિત્તની અંદર ઘણો પીડાયો. ૨૮. લાલચોળ આંખ કાઢી. લલાટે ભ્રકુટિ ચડાવીને હોઠને કચકચાવતા તેણે ગુસ્સાથી દંડપાશિકને કહ્યું : તારી ઘોર ઉપેક્ષા કલ્યાણકારી નહીં થાય. ૨૯. શું અહીં તારું ભાગ્ય ફુટયું છે ? કોના લવાદમાં હું તારો જામીન થાઉં અથવા શું તું ચોરનો ભાગીદાર થયો છે ? શું તું મારા બહેનનો છોકરો છે ? અથવા શું તું મારો જમાઈ છે ? આ અર્થ વગરનું છે જે તું દંડપાશિકના બાનાથી મારો પગાર ખાય છે. જેમ રાજાના માણસો પુત્ર વિનાના ઘરની મિલકત લઈ જાય તેમ તારી ઉપેક્ષાથી ચોરો નગરને લૂંટે છે. ૩૧. અરે ! શું તું અમને સત્ત્વહીન માને છે જેથી તેં અમારો ભય છોડી દીધો છે. અમે ગુસ્સે થયેલા પાપી તારો નિગ્રહ કરીશું. શું ઉકાળેલું પાણી શરીરને દઝાડતું નથી ? ૩૨ નમીને દંડપાશિકે કહ્યું ઃ રોહિણેય નામનો ચોરનો સરદાર છે જે નજરે પડ્યા પછી પણ જેમ પૃથ્વી પરનો ઈન્દ્ર કેસરી સિંહ ન પકડી શકાય તેમ પકડી શકાતો નથી. ૩૩. કેમકે વિજળીના ચમકારાની ઝડપે ઊડીને શાલ, ઘર અને દુકાનને ઠેકીને ભાગે છે જેમ બપોર પછી પોતાની છાય! પકડી શકાતી નથી તેમ આ પકડી શકાતો નથી. ૩૪. કૃપા કરીને સ્વામી પોતાનું આરક્ષકપણું હમણાં જ ગ્રહણ કરે, નક્કીથી મારે આરક્ષકપણાનું કોઈ કામ નથી. જેનાથી જે કાર્ય થઈ શકે તેને તે કાર્ય સોંપવું જોઈએ. ૩૫. ભ્રક્રુટી ચડાવીને રાજાએ અભયને સૂચના કરી. અભયે દંડપાશિકને કહ્યું : હાથી ઘોડા વગેરે સૈન્યને નગરની બહાર ગોઠવ અને ખેદ ન કર. ૩૬. જ્યારે ચોર નગરની અંદર પ્રવેશે ત્યારે જેમ દીપડો લોભના વશથી પાંજરામાં આવી ગયા પછી પાંજરું બંધ કરી દેવાય તેમ ઉપયોગ રાખીને નગરને ઘેરી લેજે. ૩૭. જેમ સમુદ્રના મોજાના વેગથી ઉચ્છાડાયેલ માછલો ક્ષણથી સમુદ્રના કાંઠે પડે તેમ નગરની અંદર ત્રાસ પમાડાયેલ ચોર જલદીથી નગરની બહાર કૂદશે. ૩૮. પછી તું જાળમાં પડેલા હરણની જેમ ચોરને જલદીથી પકડી લેજે. ભલે તેમ કરીશ. એમ કહીને ચોરને પકડવા માટે સંપૂર્ણ તૈયારી કરી. ૩૯. શ્રેણિક રાજાએ શેઠિયાઓને કહ્યું : તમે ઘરે જાઓ નિરાકુલ થઈને રહો. ચિંતા ન કરવી એમ ગૌરવપૂર્વક નગરજનોને આશ્વાસન આપ્યું. ખરેખર નીતિશાલી રાજાઓ નીતિપાલનમાં એકતાન હોય છે. ૪૦, ન તે દિવસે ચોર પરગામ ગયેલ હતો તેથી અજાણતા રાત્રિએ આવીને નગરમાં પ્રવેશ્યો. ખરેખર ભ્રમથી પણ કૂવામાં પડવાનું થાય. ૪૧. સર્વ સામગ્રીના સદ્ભાવમાં દંડપાશિકે તે વખતે જ ચોરને પકડીને બાંધીને રાજા સમક્ષ હાજર કર્યો. બુદ્ધિપૂર્વકનો પરાક્રમ શું કાર્યની સિદ્ધિ ન કરે ? ૪૨. રાજાએ કહ્યું : શિષ્ટનું પાલન અને દુષ્ટને શિક્ષા કરવી અમારો ધર્મ છે. પકડાયેલ ચોરનો જલદીથી નિગ્રહ કરો. કેમ કે વ્યાધિ એક ક્ષણ પણ ઉપેક્ષા કરાતો નથી. ૪૩. નમીને અભયે કહ્યું : હે તાત ! આ ચોર મુદ્દામાલ સાથે પકડાયો નથી તેથી તપાસ કર્યા વિના નિગ્રહ ન કરવો જોઈએ. ખરેખર પૃથ્વી ઉપર એક વિવેક શોભે છે. ૪૪. રાજાએ આને પુછ્યું ઃ તું કયાં વસે છે ? અહીં કયા પ્રયોજનથી આવ્યો છે ? અહીં શા માટે વસ્યો છે ? તું આજીવિકા કેવી રીતે ચલાવે છે ? શું તું રૌહિણેય છે ? ૪૫. પોતાનું નામ સાંભળી ચિકત થયેલ તેણે કહ્યું : મારું નામ દુર્ગચંડ છે. હું કાયમ શાલિપૂર્વક ગામમાં વસું છું અને ખેતીથી આજીવિકા ચલાવું છું.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy